Haryana assembly election 2024: હરિયાણામાં શાંત થયા ચૂંટણી પ્રચારના પડઘમ, 30 બેઠકો પર જોવા મળશે કાંટાની ટક્કર
Haryana assembly election 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે પ્રચાર પડઘમ શાંત થયા છે. 3 ઓક્ટોબરની સાંજે 6 કલાક બાદ આચારસંહિતા લાગુ થઈ છે. હવે 5 ઓક્ટોબરના રોજ મતદાન સમાપ્ત થાય ત્યાં સુધી ઉમેદવારો સાર્વજનિક રેલી યોજવામાં આવી શકાશે નહીં.
5 ઓક્ટોબરે હરિયાણા વિધાનસભા ચૂંટણી લડી રહેલા ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. જે બાદ 8 ઓક્ટોબરના રોજ મતગણતી બાદ જાહેર થશે કે, હરિયાણામાં કોની સરકાર બનશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. આવામાં હરિયાણામાં 30 એવી બેઠકો છે, જ્યાં ત્રીપાંખીયો જંગ જોવા મળી શકે છે.
આ બેઠકો પર 22 ટકા દલિત મતદારો નિર્ણાયક ભૂમિકામાં જોવા મળી શકે છે. હરિયાણાની ચૂંટણી 2024માં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, જનનય જનતા પાર્ટી અને ઈન્ડિયન નેશનલ લોકદળે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે.
90 સીટોવાળા હરિયાણામાં રાજકીય મહાભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મલ્લિકાર્જુન ખડગે, વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત ઘણા સ્ટાર પ્રચારકોએ ચૂંટણી રેલીઓ કરી છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં 30 બેઠકો પર ત્રિકોણીય હરીફાઈ છે. તેમાં હિસાર, ગુડગાંવ, ગણૌર, ગોહાના, કલાયત, પુંડરી, રેવાડી, મહેમ, બરોડા, અંબાલા કેન્ટ, પાણીપત ગ્રામીણ અને પાણીપત શહેરી બેઠકોનો સમાવેશ થાય છે.
હરિયાણા ભાજપ માટે સામે હશે આ પડકાર - હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 જીતીને સતત ત્રીજી વખત સત્તા પર કબજો કરવાનો પ્રયાસ કરી રહેલી ભાજપ ગ્રામીણ વિસ્તારોના મતોમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહી છે.
આ વખતે ભાજપ માટે પડકાર અહિરવાલ અને જીટી બેલ્ટમાં તેના પ્રદર્શનનું પુનરાવર્તન કરવાનો છે. આ કારણોસર રાહુલ ગાંધીએ ભાજપના ગઢ જીટી બેલ્ટ અને અહિરવાલમાં ચૂંટણી રેલીઓ કરી છે. ગત ચૂંટણીમાં ભાજપે આ વિસ્તારમાં 37 માંથી 23 બેઠકો જીતી હતી.
હરિયાણા કોંગ્રેસ માટે સામે હશે આ પડકાર - 2014 અને 2019માં હરિયાણાની ચૂંટણી હારી ગયેલી કોંગ્રેસે વર્ષ 2024 માટે ખાસ રણનીતિ બનાવી છે. આ વખતે કોંગ્રેસનું ધ્યાન જાટ અને દલિત મતો પર છે. કોંગ્રેસે જાટ બેલ્ટને જાળવી રાખવા માટે સખત મહેનત કરવી પડી રહી છે.
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના ગઢ જાટ બેલ્ટ ગોહાના અને બાગરના હિસારમાં ચૂંટણી રેલીઓ યોજીને વોટને તોડવાનો પ્રયાસ કર્યો છે.












Click it and Unblock the Notifications
