Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભૂતકાળના પડઘાઃ બાંગ્લાદેશી હિન્દુઓએ નવી ઉથલપાથલ વચ્ચે દમનને યાદ કર્યો

બાંગ્લાદેશમાં હિંસાના માહોલ વચ્ચે ફરી એક વખત નિશાના પર હિન્દુઓ છે. ઘણા હિન્દુઓ પર હુમલા કરાયા હોવાના અહેવાલો આવી રહ્યાં છે. આ ઘટનાક્રમ વચ્ચે બાંગ્લાદેશ છોડીને આવેલા લોકો દમનના દિવસો યાદ કરી રહ્યાં છે.

ભારતની આઝાદી બાદથી બાંગ્લાદેશમાં સામાજિક-રાજકીય વાતાવરણ વારંવાર સરહદ પારથી પ્રભાવિત કરતુ અને થતુ રહ્યું છે. આ પશ્ચિમ બંગાળને નોંધપાત્ર રીતે અસર કરે છે. વિભાજનની આસપાસની તોફાની ઘટનાઓને કારણે બાંગ્લાદેશમાંથી લાખો લોકો વિસ્થાપિત થયા, જેમણે પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, આસામ અને મેઘાલય જેવા ભારતીય રાજ્યોમાં આશ્રય મેળવ્યો.

Bangladeshi Hindu

આમાંથી ઘણા લોકો તેમના જીવનના પુનઃનિર્માણની આશા સાથે પહોંચ્યા પરંતુ કાયમી શરણાર્થી બનીને રહી ગયા. દાયકાઓ પછી બાંગ્લાદેશમાં નવી અશાંતિ છે અને તેના લઘુમતી સમુદાયો અસલામતીથી ઝઝૂમી રહ્યા છે. બાંગ્લાદેશમાં રહેતા બંગાળી હિંદુઓ લઘુમતી અધિકારોના રક્ષણ માટે વિનંતી કરીને તેમની ચિંતાઓ વ્યક્ત કરી રહ્યા છે.

OneIndia એ ભૂતકાળના અત્યાચારના સાક્ષી કેટલાક બંગાળી હિંદુઓ સાથે વાતચીત કરી. તેમના વર્ણનો બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચારનો ચિતાર આપે છે.

1971માં બાંગ્લાદેશ છોડીને ભારત આવેલા સુશીલ ગંગોપાધ્યાયે બાંગ્લાદેશના નોઆખલી જિલ્લામાં તેમના સમૃદ્ધ જીવનની યાદ તાજી કરી. તે જણાવે છે કે, અમારો મોટો પરિવાર અને વિશાળ જમીન હતી. પરંતુ મુક્તિ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સૈન્ય અને રઝાકારોએ અમારા પર હુમલો કર્યો. ઘરો સળગાવી દેવામાં આવ્યા અને ઘણાને નિર્દયતાથી માર્યા. આઝાદી પછી પાછા ફર્યા અને ભારતમાં કાયમી આશ્રય લેવાની ફરજ પડી.

વર્તમાન પરિસ્થિતિ પર ચિંતન કરતાં સુશીલે ઊંડી વ્યથા વ્યક્ત કરી અને કહ્યું કે, બાંગ્લાદેશમાં તાજેતરની ઘટનાઓ જોઈને હૃદય હચમચી જાય છે. મેં ગર્ભવતી મહિલાના પેટમાં લાત મારતી હોવાના ફૂટેજ જોયા. આવી નિર્દયતા અકલ્પનીય છે. એક ભારતીય તરીકે હું તેમને બચાવવાની માંગ કરું છું. અમારા મૂળ ભાઈઓ હિંદુઓ સાથે દુર્વ્યવહાર થતો રહેશે તો આપણે બાંગ્લાદેશમાં ભારત બાંગ્લાદેશ છોડો આંદોલન પર વિચાર કરવો પડશે.

1971ની તેમની યાદો જીવંત છે. હું માત્ર 10 કે 12 વર્ષનો હતો. રઝાકારોએ અમને અત્યાચાર ગુજાર્યા, પુરુષોના મૃતદેહને નદીઓમાં ફેંકી દીધા અને અમારી માતાઓની ઈજ્જત લુંટી. પાકિસ્તાની સેના દ્વારા ઘણી સ્ત્રીઓને ગર્ભવતી કરવામાં આવી હતી. આટલા વર્ષો પછી પણ તે ડાઘ ધોવાયો નથી.

આવી જ કરૂણ કહાની બાણગાંવની અનીમા દાસની છે. તેણી બાંગ્લાદેશ ભાગી ગઈ ત્યારે ગર્ભવતી હતી. એ કષ્ટદાયક દિવસોને યાદ કરતાં તેણીએ કહ્યું કે, મારો દીકરો નાનો હતો અને મારી પુત્રી મારા ગર્ભમાં હતી. દેશ સંઘર્ષમાં ઘેરાયેલો હતો. ઘરો સળગાવી દેવામાં આવ્યા હતા. ડરના કારણે મારા સસરાએ અમને ભારત મોકલી દીધા. વ્યાપક હિંસા તેના પર ન ભુંસાય એવી છાપ છોડી ગઈ છે. હું ત્યારથી ઘણી વખત બાંગ્લાદેશની મુલાકાતે ગઈ છું, પરંતુ હું ફરીથી ત્યાં રહેવાનો વિચાર કરી શકતી નથી.

વનઈન્ડિયા સાથે વાત કરતા હરાધન બિસ્વાસે આવી જ કહાની રજુ કરી. તેના પિતા બાંગ્લાદેશથી સ્થળાંતર કરીને ભારત આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, સતાવણીની ચક્રીય પ્રકૃતિએ હિન્દુ સમુદાયને સતત ભયમાં રાખ્યો છે, ઘણાને તેમના વતન છોડીને ભારતમાં આશ્રય લેવાની ફરજ પડી છે. હિંદુઓએ ઐતિહાસિક રીતે બાંગ્લાદેશમાં આઝાદીના સમયથી લઈને મુક્તિ યુદ્ધ સુધી પડકારોનો સામનો કર્યો છે. તેમ છતાં ઘણા લોકોએ વારંવાર જોખમોનો સામનો કરતા ત્યાં જ રહેવાનું પસંદ કર્યું.

1956માં ભારત આવેલા પરેશ દાસે એક કરુણ અનુભવ શેર કર્યો. મારા દાદાને મારી નજર સામે મારી નાખવામાં આવ્યા. અમે ડરીને અમારી જમીન છોડી દીધી હતી. તેઓએ મારી સામે જ મારા પિતરાઈ ભાઈ પર હુમલો કર્યો હતો. અમે અત્યારે ભારતમાં શાંતિથી રહીએ છીએ, નોઆખલીમાં પાછા આવેલા સંબંધીઓને હજુ પણ ધમકીઓનો સામનો કરવો પડે છે. માત્ર એક મહિના પહેલા મારા જમીનના વિવાદમાં કાકાની હત્યા કરવામાં આવી હતી, મેં તેમને કહ્યું હતું કે તેઓ મિલકત કરતાં તેમના જીવનને પ્રાથમિકતા આપે.

ન્યુટાઉન પાસે રહેતા રશોમોય બિસ્વાસે 1971 પછીના અત્યાચારોનું વર્ણન કર્યું.તેમણે કહ્યું કે, હિંદુ હોવું એ ગુનો હતો. આઝાદી પછી પણ કોઈ રાહત મળી નથી. પાકિસ્તાની સેના અને જમાતના દળોએ અમને નિશાન બનાવ્યા, હિંદુ ઘરોને હુમલા માટે નિશાન બનાવ્યા છે.

તેમણે કહ્યું કે, મારા પરિવારે ઘણી વાર ખાધા વિના છુપાઈને રાતો વિતાવી છે. અત્યારે અમે ભારતમાં શાંતિથી જીવીએ છીએ, અમારા ઘણા સંબંધીઓ બાંગ્લાદેશમાં રહે છે. અમે ભારત સરકારને હસ્તક્ષેપ કરવા વિનંતી કરીએ છીએ, એ સુનિશ્ચિત કરીને કે ત્યાંના હિંદુઓ ભય વિના જીવી શકે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X