Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Maharashtra Assembly Elections 2024: ECIની ટીમ મહારાષ્ટ્રમાં કરશે બેઠક,ક્યારે યોજાશે વિધાનસભાની ચૂંટણી

Maharashtra Assembly Elections 2024: મહારાષ્ટ્ર વિધાસભાન ચૂંટણી 2024ની તૈયારીની સમિક્ષા માટે ઈલેક્શન કમિશન દ્વારા 14 સભ્યોની મહારાષ્ટ્ર મોકલવામાં આવી છે. આ ટીમ ત્રણ દિવસ મહારાષ્ટ્રમાં રોકાણ કરશે.

ભારતીય ચૂંટણી પંચની 14 સભ્યોની ટીમ આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા 26 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી મુંબઈની મુલાકાત લેશે. આ દરમિયાન ચૂંટણી પંચની ટીમ વિવિધ રાજકીય પક્ષો સાથે ચર્ચા પણ કરશે.

રાંચીમાં ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનું આકલન કર્યા બાદ ચૂંટણી પંચની ટીમ મુંબઈ પ્રવાસે પહોંચી રહી છે. બંને રાજ્યોમાં ચૂંટણી પંચના સમીક્ષા કર્યા બાદ ઝારખંડ અને મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીના સમયપત્રકને અંતિમ સ્વરૂપ આપશે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના માર્ગદર્શન હેઠળ, ટીમનો હેતુ એકીકૃત ચૂંટણી પ્રક્રિયાને સુનિશ્ચિત કરવાનો છે. મહારાષ્ટ્રમાં તેમના કાર્યક્રમમાં 27 સપ્ટેમ્બરના રોજ મુખ્ય ચૂંટણી કાર્યાલય સ્ટાફ સાથે વિગતવાર સમીક્ષાનો સમાવેશ થાય છે. જે બાદ રાજકીય પક્ષો સાથે પરામર્શ કરવામાં આવશે.

Maharashtra Assembly Elections 2024

આ પહેલા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓ એક જ તબક્કામાં યોજાઈ છે, જે 2009, 2014 અને 2019ની ચૂંટણીઓમાં જોવા મળી હતી. આ વ્યવસ્થિત અભિગમનો હેતુ રાજ્યની 288 વિધાનસભા મતવિસ્તારોમાં ચૂંટણી પ્રક્રિયાની સુસંગતતા અને કાર્યક્ષમતા જાળવવાનો છે.

ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટના અંત સુધીમાં સારાંશ સુધારણા અભિયાન બાદ મહારાષ્ટ્રમાં કુલ 9.5 કરોડ નોંધાયેલા મતદારો છે, જે લગભગ 16 લાખ મતદારોનો વધારો દર્શાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X