2022-22માં આર્થિક વૃદ્ધિદર 7 ટકા આસપાસ રહેવાની સંભાવના-રિપોર્ટ

1 ફેબ્રુઆરીએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તેના વર્તમાન કાર્યકાળનું છેલ્લું સંપૂર્ણ બજેટ રજૂ કરવાની છે. ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી 7%ના દરે વધવાની ધારણા છે. જ્યારે ગયા નાણાકીય વર્ષમાં આ આંકડો 8.7% ટકા હતો.

નવી દિલ્હી : નવા વર્ષની શરૂઆતમાં ભારત માટે આર્થિક મોરચે એક નિરાશાજનક સમાચાર છે. સામે આવી રહેલા અહેવાલો અનુસાર સરકારનો અંદાજ છે કે ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર ઘટીને 7% થઈ શકે છે. નાણાકીય વર્ષ 2022-23 માં માત્ર ત્રણ મહિના બાકી છે. આ અંદાજ અપેક્ષાઓથી ઓછો છે અને તેમાં સુધારાને થોડો અવકાશ હોઈ શકે છે.

gdp

1 ફેબ્રુઆરીએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તેના વર્તમાન કાર્યકાળનું છેલ્લું સંપૂર્ણ બજેટ રજૂ કરવાની છે. ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી 7%ના દરે વધવાની ધારણા છે. જ્યારે ગયા નાણાકીય વર્ષમાં આ આંકડો 8.7% ટકા હતો.

સાંખ્યકી મંત્રાલયના હવાલાથી અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ઘટીને 7% થવાની ધારણા છે. આ ગયા વર્ષની સરખામણી કરીએ તો તે 8.7% હતો. આંકડા મંત્રાલયે આ સમયગાળા માટે મેન્યુફેક્ચરિંગ ગ્રોથનો પ્રથમ અનુમાન માત્ર 1.6% રાખ્યો હતો. હકીકતમાં, સરકારનું આ અનુમાન અગાઉના 8% અથવા 8.5%ના અનુમાન કરતાં ઓછું છે. જો કે, તે હજુ પણ ભારતીય રિઝર્વ બેંકના 6.8%ના અંદાજ કરતા વધારે છે.

ગયા વર્ષે સપ્ટેમ્બરથી જ અર્થશાસ્ત્રીઓ ચાલુ નાણાકીય વર્ષ માટે વિકાસના અનુમાનને ઘટાડીને લગભગ 7% કરી રહ્યા છે. આ વર્ષે નિકાસ ધીમી પડી છે અને મોંઘવારી વધવાને કારણે ખરીદશક્તિ ગુમાવવાનું જોખમ છે. અગાઉ બાંધકામ વૃદ્ધિ 9.1%, વીજળી 9%, કૃષિ 3.5%, ઉત્પાદન 1.6% અને માઈનિંગ ગ્રોથ 2.4% રહેવાની આગાહી કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X