કાર્તિ ચિદમ્બરમ પર ED ની મોટી કાર્યવાહી, 11 કરોડની સંપતિ જપ્ત કરાઈ
કોંગ્રેસના સિનિયર નેતા પી ચિદમ્બરમમાં પુત્ર કાર્તિ ચિદમ્બરમ પર ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. સમાચાર અનુસાર, ઈડીએ મોટી કાર્યવાહી કરતા 11.4 કરોડની સંપતિ જપ્ત કરી છે. ઈડી દ્વારા એક નિવેદનમાં જમાવ્યા અનુસાર, જપ્ત કરાયેલી 4 સંપતિઓમાંથી એક કર્ણાટકના કુર્ગ જિલ્લામાં આવેલી પ્રોપર્ટી છે.

નિવેદન અનુસાર, કાર્તિ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કામચલાઉ આદેશ જારી કરવામાં આવ્યો છે. પૂર્વ કેન્દ્રીયમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ તમિલનાડુની શિવગંગાઈ લોકસભા બેઠક પરથી સાંસદ છે અને INX કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન અને ED બંને દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસ INX મીડિયા પ્રાઇવેટ લિમિટેડ પાસેથી પ્રત્યક્ષ કે આડકતરી રીતે ગેરકાયદેસર ભંડોળની કથિત લાભ સાથે જોડાયેલો છે. આને યુપીએ સરકારમાં તેમના પિતાના કેન્દ્રીય નાણાં પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
