For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પી ચિદમ્બરમ વિશે ઈડીએ સુપ્રીમ કોર્ટમાં કર્યો મોટો ખુલાસો

પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરની આઈએનએક્સ મીડિયા કેસમાં મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. સોમવારે આ કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ઈડીએ તેમના ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરની આઈએનએક્સ મીડિયા કેસમાં મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. સોમવારે આ કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ઈડીએ તેમના ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે. ઈડીએ પી ચિદમ્બરમ પર આરોપ લગાવ્યો છે કે તેમણે આઈએનએક્સ મીડિયા કેસમાં પુરાવા સાથે છેડછાડ કરવાની કોશિશ કરી છે. તેમણે પોતાના સહ ષડયંત્રકર્તા સાથે મળીને વિદેશમાં પોતાની સંપત્તિને વેચવા અને બેંક ખાતાઓને બંધ કરવાની કોશિશ કરી છે. માટે આ કેસમાં પી ચિદમ્બરમને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવાની જરૂર છે.

કોર્ટમાં આપ્યુ સોંગદનામુ

કોર્ટમાં આપ્યુ સોંગદનામુ

ઈડીએ સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામુ દાખલ કર્યુ છે જેમાં આરોપ લગાવ્યો છે કે પી ચિદમ્બરમના વિદેશની બેંકોમાં ખાતા છે, સંપત્તિ છે. આ સંપત્તિ આર્જેન્ટીના, ઓસ્ટ્રિયા, બ્રિટિશ વર્જીન, આઈસલેન્ડ, ફ્રાંસ, ગ્રીસ, મલેશિયા, મોનાકો, ફિલિપીંસ, સિંગાપુર, સાઉથ આફ્રિકા, સ્પેન, શ્રીલંકામાં છે જ્યાંની બેંકના ખાતામાં નકલી કંપનીઓ દ્વારા પૈસા પહોંચાડવામાં આવ્યા છે. ઈડીનો આરોપ છે કે ચિદમ્બરમ અને અન્ય ષડયંત્રકાર પુરાવ સાથે છેડછાડ કરી રહ્યા છે એટલુ જ નહિ સાક્ષીઓને પણ પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યા છે.

તપાસ મહત્વના વળાંક પર

તપાસ મહત્વના વળાંક પર

ઈડીએ પોતાના સોંગદનામામાં કહ્યુ છે કે તપાસ ઘણા મહત્વના વળાંક પર પહોંચી ચૂકી છે માટે પુરાવાને સુરક્ષિત કરવાની જરૂર છે. સાક્ષીઓને સંરક્ષણ આપવાની જરૂર છે જેથી તેમને પ્રભાવિત ન કરી શકાય. વળી, ચિદમ્બરમના વકીલે આ દાવાઓ પર પલટવાર કરતા કહ્યુ કે ચિદમ્બરમ તપાસમાં પૂરો સહયોગ કરી રહ્યા છે જ્યારે ઈડીનું કહેવુ છે કે ચિદમ્બરમ તપાસમાં બિલકુલ સહયોગ નથી આપી રહ્યા અને સવાલોના જવાબ પણ નથી આપી રહ્યા. ઈડીનો દાવો છે કે આ સમગ્ર કેસમાં ચિદમ્બરમ પરોક્ષ રીતે જોડાયેલા છે અને મની લૉન્ડ્રીંગ જેવા ગંભીર ગુનાના દોષિત છે.

આ પણ વાંચોઃ ઈસ્લામ આવ્યા બાદ જ છૂત-અછૂતની પરંપરા આવીઃ RSS નેતાઆ પણ વાંચોઃ ઈસ્લામ આવ્યા બાદ જ છૂત-અછૂતની પરંપરા આવીઃ RSS નેતા

ધરપકડ જરૂરી

ધરપકડ જરૂરી

ઈડી તરફથી કહેવામાં આવ્યુ છે કે તપાસમાં એ વાત સામે આવી છે કે ગુનો થયો છે, તમામ નકલી કંપનીઓ દ્વારા પૈસાની લેવડદેવડ કરવામાં આવી છે. અલગ અલગ બેંકાં બેનામી રોકાણ માટે આ નકલી કંપનીઓનો ઉપયોગ કરવામા આવ્યો. ઈડીનું કહેવુ છે કે આ સમગ્ર કેસમાં પૂછપરછ માટે પી ચિદમ્બરમની ધરપકડ જરૂરી છે પરંતુ તપાસ એજન્સીને ચિદમ્બરમની કસ્ટડી ન આપવામાં આવે તો આ ન્યાયની દિશામાં અડચણ હશે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે દિલ્લી હાઈકોર્ટ દ્વારા પી ચિદમ્બરમની જામીન અરજી ફગાવી દેવા સામે દાખલ અરજીને પણ ફગાવી દીધી હતી.

English summary
ED big revelation in SC says Chidambaram and others have assets across continents.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X