For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસ: EDનો ખુલાસો, AP એટલે અહમદ પટેલ, FAM એટલે ફેમિલી

ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસ: AP એટલે અહમદ પટેલ, FAM એટલે ફેમિલી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ મામલે ઈડીની ચાર્જશીટમાં મોટો ખુલાસો થયો છે, ઈડીએ પોતાની ચાર્જશીટમાં કહ્યું કે વચેટિયા ક્રિશ્ચિયન મિશેલે APનો મતલબ અહમદ પટેલ અને FAMનો મતલબ ફેમિલી ગણાવ્યો છે, ચાર્જશીટમાં ઈડીએ એમ પણ લખ્યું કે મિશેલના એક પત્રથી આ પણ સાબિત થાય છે કે તત્કાળિન પીએમ મનમોહન સિંહ પર તેમની પાર્ટીના નેતાઓ દ્વારા તેમના પર ભારે દબાણ નાખવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અહમદ પટેલ, સોનિયા ગાંધીના ભારે નજીક માનવામાં આવે છે, એવામાં તેમનું નામ આવા પ્રકારે સામે આવવું ચૂંટણી માહોલમાં કોંગ્રેસ માટે મુશ્કેલી પેદા કરી શકે છે.

ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ

ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ

જણાવી દઈએ કે ઈડીએ વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડ મામલે ગુરુવારે ચોથી ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં તેમણે કહ્યું કે મિશેલની ડાયરીમાં સંક્ષિપ્ત રૂપે નોંધાયેલ શબ્દોનો સંબંધ એરફોર્સ અધિકારીઓ, નોકરશાહો, રક્ષા મંત્રાલયના અધિકારીઓ અને તત્કાળિન સત્તાધારી દળના મુખ્ય નેતાઓને આપવામાં આવેલ 3 કરોડ યૂરોની લાંચ સંબંધિત છે.

આરોપપત્રમાં ત્રણ નવાં નામ પણ સામેલ

આરોપપત્રમાં ત્રણ નવાં નામ પણ સામેલ

તપાસ એજન્સીઓએ 3000 પાનાના પોતાના આરોપપત્રમાં ત્રણ નવા નામ પણ સામેલ કર્યાં છે, જેમાં મિશેલને કથિત બિઝનેસ પાર્ટનર ડેવિડ સિમ્સ અને તેમની બે કંપનીઓ- ગ્લોબલ સર્વિસિઝ એફજેડઈ, યૂએઈ અને ગ્લોબલ ટ્રેડ એન્ડ કોમર્સ લિમિટેડ સામેલ છે.

ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ

ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ

ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડ ભારત દ્વારા ઓગસ્ટા વેસ્ટલેન્ડ કંપની પાસેથી ખરીદવાાં આવી રહેલ હેલિકોપ્ટર સંબંધિત છે. આ 2013-14માં સામાે આવ્યું. જેમાં કેટલાય ભારતીય રાજનૈતિક અને સૈન્ય અધિકારીઓ પર ઓગસ્ટા વેસ્ટલેન્ડથી મોટી લાંચ લેવાનો આરોપ છે. યૂપીએ-1 સરકારના સમયે ઓગસ્ટા વેસ્ટલેન્ડથી વીવીઆઈપી માટે 12 હેલિકોપ્ટર ખરીદવાની ડીલ થઈ હતી. આ ડીલ 360 કરોડ રૂપિયાની હતી.

ભારતીય એરફોર્સ ચીફ એસપી ત્યાગી પર પણ આરોપ

ભારતીય એરફોર્સ ચીફ એસપી ત્યાગી પર પણ આરોપ

આમાં 360 કરોડ રૂપિયાની લાંચની વાત સામે આવી જે બાદ યૂપીએ સરકારે ડીલ રદ્દ કરી દીધી. ભારતીય એરફોર્સ ચીફ એસપી ત્યાગી સહિત 13 લોકો પર કેસ નોંધવામાં આવ્યા હતા. જે બેઠકમાં હેલિકોપ્ટરની કિંમત નક્કી કરવામાં આવી હતી, તેમાં યૂપીએ સરકારના કેટલાક મંત્રી પણ હાજર હતા, જે કારણે જ કોંગ્રેસ સવાલોના ઘેરામાં ફસાઈ.

પ્રોફેસર વિલિયમ પાર્ક

પ્રોફેસર વિલિયમ પાર્ક

એપ્રિલ 2014માં ઈટલીના એક ન્યાયાલયના ફેસલા મુજબ ઓગસ્ટા વેસ્ટલેન્ડ ડીલમાં કૌભાંડ થયું હતું. કોર્ટે કંપની ફિનમેક્કનિકને દોષી જણાઈ, કોર્ટે પોતાના આદેશમાં ફિનમૈકેનિકાની પેટાકંપની ઓગસ્ટા વેસ્ટલેન્ડના પૂર્વ સીઈઓ બ્રૂનો સ્પૈગનોલિનિને પણ સાડા ચાર વર્ષની જેલની સજા સંભળાવી, અગાઉ ઈટલીની એક અદાલતે મે 2014માં ઈટલીના બેન્કોમાં જમા રૂપિયાની બેન્ક ગેરેન્ટી ભારતને લેવાની અનુમતી આપી દીધી હતી. જેના પર ન્યાયમૂર્તિ બી એન શ્રીકૃષ્ણને મધ્યસ્થ તરીકે નામિત કર્યા. જેના પર ભારતે ન્યાયમૂર્તી બીપી જીવન રેડ્ડીને બીજા મધ્યસ્થી તરીકે નિયુક્ત કર્યા. સપ્ટેમ્બર 2014માં જ્યારે બંને પક્ષ ત્રીજા મધ્યસ્થી પર સહમત ન થયા તો આંતરરાષ્ટ્રીય ન્યાયલયે પ્રોફેસર વિલિયમ પાર્કને મામલાને નિપટાવવા માટે નિયુક્ત કર્યા.

અડવાણી-જોશીની ટિકિટ કપાવા પર અમિત શાહે તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ? અડવાણી-જોશીની ટિકિટ કપાવા પર અમિત શાહે તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ?

English summary
The Enforcement Directorate (ED) has named senior Congress leader Ahmed Patel and one Mrs Gandhi in the chargesheet against Christian Michel, who is the key accused in the AgustaWestland VVIP chopper deal scam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X