દિલ્હીના મુખ્યમંત્રી શિલા દિક્ષિત પર ઇંડા ફેકાયા

શિલા દિક્ષિત જેવા મંચ પર બોલવા આવ્યા કે વિરોધીઓ ઇંડા ફેંકવાની શરૂઆત કરી દીધી. એક ઇંડુ શિલા દિક્ષિતના હાથ પર લાગ્યું જ્યારે એક ઇંડુ બીજા વ્યક્તિને માથા પર લાગ્યું હતું. શિલાએ તો બાજુમાં ઉભેલા લોકોને શુભ-અશુભનું પણ પૂછી લીધું હતું. શિલા જ્યારે એવું પૂછી રહ્યાં હતાં ત્યારે નજીક ઉભેલા તાજ મોહમ્મદ પોતાનો ચહેરો સાફ કરી રહ્યાં હતા કારણ કે એક ઇંડુ તેમના માથા પર લાગ્યું હતું અને તેમના ચહેરા પર ફૂટી ગયું હતું.
જો કે, કાર્યક્રમ ખતમ થયા પછી તેમણે દલીલ કરી હતી કે આ ઇંડા વિરોધી રાજકારણનો ફંડા નહોતો, પરંતુ મંચ પર બેસેલા કબુતરોની ભેટ છે, પરંતુ બાદમાં તાજ મોહમ્મદ પોતાના નિવેદનથી ફરી ગયા અને ઇંડા ફેકવાના રાજકારણનું માટલું પોતાની પાર્ટીના ધારાસભ્ય હસન અહમદના માથા પર ફોડી દીધું. તાજ મોહમ્મદના મત અનુસાર ધારાસભ્ય હસન અહમદ આ કાર્યક્રમને નિષ્ફળ કરવા માગતા હતા.












Click it and Unblock the Notifications
