For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

130 કિલોના બકરાની કુરબાની આપશે પરિવાર, કહ્યુ - કોરોનાથી મુક્તિ અપાવશે અલ્લાહ

હૈદરાબાદનો એક પરિવાર ઈદ અલ અજહા એટલે કે બકરી ઈદના તહેવાર પર 130 કિલોના બકરાની કુરબાની આપશે.

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદનો એક પરિવાર ઈદ અલ અજહા એટલે કે બકરી ઈદના તહેવાર પર 130 કિલોના બકરાની કુરબાની આપશે. આ બકરાની કિંમત દોઢ લાખ રૂપિયા છે જેની આ પરિવાર શનિવારે બકરી ઈદના તહેવારે કુરબાની આપશે. આ બકરાને ખરીદીને લાવેલ પરિવારના વડીલ મોહમ્મદ સરકારનુ કહેવુ છે કે આ વર્ષે કોરોના વાયરસ મહામારી ફેલાઈ છે જેણે દુનિયાને ડરાવી દીધી છે. તે આ વખતે અલ્લાહને દુઆ કરશે કે કુરબાનીને કબૂલ કરીને આ મહામારીને ખતમ કરી દે.

મહામારીમાંથી મળશે મુક્તિ

મહામારીમાંથી મળશે મુક્તિ

પરિવારનુ માનવુ છે કે દોઢ લાખની કિંંમતવાળા આ બકરાની કુરબાની કબૂલ કરીને અલ્લાહ કોરોના અલ્લાહ કોરોના વાયરસથી મુક્તિ અપાવશે. સરવર જણાવે છે કે આ બકરાનુ નામ તેમણે પ્યારી મોહમ્મદ રાખ્યુ છે.આ નસ્લને 'વિલાયતી' ઓળખવામાં આવે છે. તેનુ વજન લગભગ 130 કિલો છે. અમે તેને ડ્રાય ફ્રૂટ્સ, સફરજન, દૂધ અને ચણા ખવડાવીએ છીએ. અમે તેને દિવસમાં બે વાર ફરવા લઈ જઈએ છીએ. શનિવારે આની કુરબાની કરવામાં આવશે.

દર વર્ષે આપે છે મોંઘા બકરાની કુરબાની

દર વર્ષે આપે છે મોંઘા બકરાની કુરબાની

મોહમ્મદ સરવરનુ કહેવુ છે કે તે બકરીઈદના તહેવાર પર દર વર્ષે સ્વસ્થ અને મજબૂત જાનવરની કુરબાની આપતા રહે છે. આ વર્ષે પણ મોંઘા બકરા લાવ્યા છે. તમને જણાવી દઈએ કે બકરીઈદ પર મુસલમાન બકરા અને બીજા જાનવરોની કુરબાની કરે છે. આ તહેવારે દર વર્ષની અમુક ખાસ પ્રકારના અથવા બહુ મોંઘા બકરા ચર્ચામાં રહે છે.

કાલે મનાવાશે ઈદ

કાલે મનાવાશે ઈદ

ઈદ ઉલ અજહા એટલે કે બકરીઈદ કાલે શનિવારે મનાવવામાં આવશે. કેરળમાં આજે જ આ તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. મુસલમાનોના મુખ્ય તહેવારોમાંથી એક ઈદ-ઉલ-અજહા અરબી કેલેન્ડરના જિલહિજ્જા મહિનાની દસમી તારીખે મનાવવામાં આવે છે. ઈસ્લામ માનનારા લોકોમાં બકરીઈદનુ વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે પેગમ્બર હજરત ઈબ્રાહીમે પોતાના દીકરી હજરત ઈસ્માઈલને અલ્લાહની રાહમાં કુરબાન કરવા જઈ રહ્યા હતા પરંતુ જ્યારે તેમણે દીકરીની ગરદન પર ચાકૂ રાખ્યુ તો ત્યાં એક દુંબા આવી ગયો ત્યારબાદ દર વર્ષે દુંબા કે બકરાની કુરબાની આપવાની પ્રથા શરૂ થઈ ગઈ જે હજારો વર્ષોથી ચાલી રહી છે.

ચીની રાજદૂતે લદ્દાખની પેંગોંગ ઝીલ પર કર્યો દાવો, કહ્યુ - ભારતીય જવાન LAC પાર કરવાનુ ટાળેચીની રાજદૂતે લદ્દાખની પેંગોંગ ઝીલ પર કર્યો દાવો, કહ્યુ - ભારતીય જવાન LAC પાર કરવાનુ ટાળે

English summary
Eid: Hyderabad family to sacrifice sheep weighing over 130 kg for Eid al Adha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X