For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Eid-Ul-Fitr 2023: દેશભરમાં આજે ઈદની ધૂમ, મસ્જિદોમાં લોકોએ અદા કરી નમાઝ, જુઓ Video

|
Google Oneindia Gujarati News

Eid-Ul-Fitr 2023: દેશભરમાં આજે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવશે. શુક્રવારે સાંજે ચાંદ દેખાયા બાદ ભારતમાં આજે શનિવાદે ઈદનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે.

ઈદ-ઉલ-ફિત્ર એક ઈસ્લામી તહેવાર છે, જેને દુનિયાભરના મુસલમાન મનાવે છે. ઈદ-ઉલ-ફિત્રને મીઠી ઈદ પણ કહેવામાં આવે છે.

eid

ઈદ-ઉલ-ફિત્ર પહેલા, મુસ્લિમો પવિત્ર રમઝાન મહિનામાં એક મહિના માટે રોજા રાખે છે. ઈસ્લામિક ચંદ્ર કેલેન્ડર મુજબ દસમા મહિનાના શવ્વાલના પહેલા દિવસે ઈદની ઉજવણી કરવામાં આવે છે.

Eid-Ul-Fitr 2023: કેરળમાં કેમ એક દિવસ પહેલા મનાવવામાં આવે છે ઈદ?Eid-Ul-Fitr 2023: કેરળમાં કેમ એક દિવસ પહેલા મનાવવામાં આવે છે ઈદ?

લોકો ઈદ-ઉલ-ફિત્રના અવસર પર દિલ્હીની જામા મસ્જિદમાં નમાજ અદા કરે છે. જેનો શાનદાર વીડિયો સામે આવ્યો છે. જામા મસ્જિદે ઈદની પહેલી નમાજ અદા કરી છે. સેંકડો મુસ્લિમો ઈદની સવારે પ્રથમ નમાજ અદા કરવા માટે જામા મસ્જિદ પહોંચ્યા હતા.

ઈદ-ઉલ-ફિત્રને મીઠી ઈદ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે મુસ્લિમો મીઠાઈ ખાઈને પોતાનો રોજા તોડે છે. ઈદ-ઉલ-ફિત્ર પર, મુસ્લિમો ઈસ્લામિક દસમા મહિના, શવાલના પ્રથમ દિવસનું સ્વાગત કરે છે.

ઇસ્લામિક ચંદ્ર કેલેન્ડર મુજબ, રમઝાન નવમો મહિનો છે અને તેની સમાપ્તિની સાથે જ દસમો મહિનો શવ્વાલ ચંદ્રના દર્શન સાથે શરૂ થાય છે. શવ્વાલ મહિનાના પહેલા દિવસે ઈદની ઉજવણી કરવામાં આવે છે.

Heatwave: લૂના કારણે ભારતનો 90% ભાગ જોખમમાં, નવા રિસર્ચે વધારી ચિંતા!Heatwave: લૂના કારણે ભારતનો 90% ભાગ જોખમમાં, નવા રિસર્ચે વધારી ચિંતા!

ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ, રમઝાન માર્ચ અથવા એપ્રિલમાં આવે છે. આ વર્ષે રમઝાન 23 માર્ચ 2023થી 21 એપ્રિલ 2023 વચ્ચે ઉજવવામાં આવ્યો હતો અને ભારતમાં ઈદ 22 એપ્રિલના રોજ ઉજવવામાં આવી રહી છે.

રમઝાનના પવિત્ર મહિના દરમિયાન, વિશ્વભરના મુસ્લિમો એક મહિના માટે સવારથી સાંજ સુધી ઉપવાસ કરે છે અને દરરોજ સાંજે ઉપવાસ તોડે છે. ઇસ્લામમાં રમઝાનને સૌથી પવિત્ર મહિનો ગણવામાં આવે છે.

પુંછ આતંકી હુમલામાં શહીદ થયા પંજાબના 4 જવાન, CM ભગવંત માને કર્યુ 1-1 કરોડ આપવાનુ એલાનપુંછ આતંકી હુમલામાં શહીદ થયા પંજાબના 4 જવાન, CM ભગવંત માને કર્યુ 1-1 કરોડ આપવાનુ એલાન

ઇદના દિવસે, મુસ્લિમો પવિત્ર સ્નાન કરે છે, નવા કપડાં પહેરે છે અને નમાજ અદા કરે છે. આ દિવસે શીર ખુરમા અને સેવૈયા જેવી મીઠી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. આ દિવસે લોકો ભેગા થાય છે અને સાથે ભોજન કરે છે. વડીલો બાળકોને ભેટ અને પૈસા આપે છે, જેને 'ઈદી' કહે છે. મુસ્લિમો આ તહેવાર અને આનંદના અવસર પર એકબીજાને અભિનંદન આપે છે.

English summary
Eid-Ul-Fitr 2023: Eid celebrations across India today, people offer namaz in Jama Masjid, see video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X