હોળીના દિવસે હિમાચલમાં ભીષણ દુર્ઘટના, 8 લોકોની મૌત

Posted By:
Subscribe to Oneindia News

હોળીની સવારે હિમાચલ પ્રદેશમાં ભીષણ દુર્ઘટના થઇ છે. હિમાચલ પ્રદેશમાં બિલાસપુર વિસ્તારમાં નેશનલ હાઇવે પર એક કાર દુર્ઘટનામાં 8 લોકોની મૌત થયાની સૂચના મળી છે. જણાવવામાં આવે છે કાર હાઇવે થી નીચે ખાઈમાં પડી ગયી.

himachal pradesh

નેશનલ હાઇવે 21 પર આ દર્દનાક દુર્ઘટનામાં 8 લોકોની મૌત થઇ ગયી છે. આ દુર્ઘટનામાં 1 વ્યક્તિના ઘાયલ થવાની સૂચના પણ છે. મળતી જાણકારી મુજબ હાઇવે પર ફુલ સ્પીડમાં જઈ રહેલી કારનું નિયંત્રણ ડ્રાઈવર ગુમાવી બેઠો અને કાર પહાડથી સીધી નીચે ખાઈમાં પડી ગયી.

બિલાસપુર વિસ્તારમાં સ્વરઘાટીમાં આ દુર્ઘટનાની સૂચના મળતા પોલીસ જગ્યા પર પહોંચી અને રાહત બચાવ કાર્યમાં જોડાઈ ગયી. મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી રહ્યા છે અને ઘાયલ વ્યક્તિને ઉપચાર માટે હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યો છે. દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની ઓળખ કરવામાં પોલીસ જોડાઈ ગયી છે.

English summary
Eight died himachal when car fell from the cliff

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.