પોતાની જ 9 વર્ષની બહેન સાથે ભાઈએ કર્યો રેપ, હાલત ગંભીર
દેશની રાજધાનીમાં સંબંધોને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં 9 વર્ષની માસૂમ સાથે તેના જ મોટા ભાઈએ રેપ કર્યો છે.
દેશની રાજધાનીમાં સંબંધોને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં 9 વર્ષની માસૂમ સાથે તેના જ મોટા ભાઈએ રેપ કર્યો છે. મળતી જાણકારી અનુસાર આ ઘટના નોર્થવેસ્ટ દિલ્હીના આદર્શ નગરની જણાવવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે અમને ફરિયાદ મળ્યા પછી અમે મામલો નોંધી લીધો છે અને તેનો આખા મામલે જાંચ કરી રહ્યા છે. પોલીસને સોમવારે એક સ્થાનીય હોસ્પિટલ ઘ્વારા આ જાણકારી મળી.

ઘરમાં એકલી હતી બાળકી
વરિષ્ઠ પોલીસ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે સોમવારે અમને આ બાબતે જાણકારી મળી કે સ્થાનીય હોસ્પિટલમાં એક બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળી રહ્યું હતું, જેને હોસ્પિટલમાં ઉપચાર માટે લાવવામાં આવી હતી. પીડીતાએ કાઉન્સલરને જણાવ્યું કે જયારે ઘરમાં તેના માતાપિતા ના હતા ત્યારે તેના ભાઈએ તેની સાથે જબરજસ્તી સંબંધ બનાવ્યો. પોલીસે જણાવ્યું કે જયારે માતાપિતા ઘરે આવ્યા ત્યારે બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળી રહ્યું હતું. તેને જલ્દીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

છોકરાની અટક કરવામાં આવી
આ ઘટના પછી આરોપી યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યાં જ દિલ્હી મહિલા આયોગ મુખ્યા સ્વાતિ માલિવાલ ઘ્વારા ઘટના પછી હોસ્પિટલમાં પીડિતા સાથે મુલાકાત પણ કરવામાં આવી છે. મહિલા આયોગ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે પીડિતાને ગંભીર ઇજા પહોંચી છે, તેનું મોટું ઓપરેશન થઇ રહ્યું છે. હાલમાં પીડિતાની હાલત ગંભીર છે યુવકના પિતા દેહાડી મજુર છે અને તેઓ ખુબ જ ગરીબ છે.

મહિલા આયોગે મદદનો ભરોષો આપ્યો
મહિલા આયોગ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ પીડિતાની દરેક સંભવ મદદ કરશે. તેની સાથે સાથે તેઓ તેના ઉપચારનો ખર્ચ પણ ઉઠાવશે. સ્વાતિ માલિવાલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મહિલાઓ અને બાળકીઓ વિરુદ્ધમાં દેશમાં અત્યાચારો સતત વધી રહ્યા છે. તેની સામે કડક પગલાં લેવાની જરૂર છે, જેથી આ ઘટનાઓ કાબુમાં લાવી શકાય. તેમને જણાવ્યું કે પીડિતાને આ આઘાતમાંથી બહાર લાવવા માટે તેઓ દરેક સંભવ મદદ કરશે.












Click it and Unblock the Notifications
