Election : ગોવામાં ભાજપને મળી બહુમતી, આટલી સીટો જીત્યા બાદ પ્રમોદ સાવંતે કહી આ વાત

ગોવા વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામો લગભગ સામે આવી ગયા છે. ભાજપ સતત ત્રીજી વખત સત્તામાં વાપસી કરી રહી છે. ગોવામાં ભાજપને બહુમતી મળી છે. ગોવામાં ભાજપે 20 સીટો જીતી છે. કોંગ્રેસ અહીં બીજી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે.

Election : ગોવા વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામો લગભગ સામે આવી ગયા છે. ભાજપ સતત ત્રીજી વખત સત્તામાં વાપસી કરી રહી છે. ગોવામાં ભાજપને બહુમતી મળી છે. ગોવામાં ભાજપે 20 સીટો જીતી છે. કોંગ્રેસ અહીં બીજી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે.

goa

ગોવા વિધાનસભાની ચૂંટણી 14 ફેબ્રુઆરી, 2022ના રોજ યોજાઈ હતી. ગોવા વિધાનસભાની ચૂંટણી આ વખતે એક જ તબક્કામાં યોજાઈ હતી અને તમામ 40 બેઠકો પર એક જ દિવસે મતદાન થયું હતું. ગોવામાં સરેરાશ 80 ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું.

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે, અમે (ભાજપ) બહુમતીથી જીત્યા છીએ. તે એક મહાન વસ્તુ છે. 20 સીટો કન્ફર્મ થઈ ગઈ છે, 3 સીટના ઉમેદવારનું અમને સમર્થન મળ્યું છે.

3 અપક્ષ ઉમેદવારો ભાજપને સમર્થન

કોર્ટોરિમથી અપક્ષ ઉમેદવાર મેન્યુઅલ વાઝ અને કર્ટોરીમથી એલેક્સિયો રેજિનાલ્ડોએ ભાજપને સમર્થન આપ્યું હતું. બીજી તરફ, બિચોલિમ મતવિસ્તારના અપક્ષ ઉમેદવાર ડૉ. ચંદ્રકાંત શેટ્ટીએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X