હરિયાણામાં પૂરજોશમાં ચાલી રહ્યો છે ચૂંટણી પ્રચાર, જાણો પાર્ટી અને તેનું ચૂંટણી સ્લોગન
Haryana assembly election 2024: જેમ જેમ હરિયાણા વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ રાજકારણમાં પણ ગરમાવો આવી રહ્યો છે. ચૂંટણી પ્રચાર પોતાના ચરમ પર છે.
ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં 5 ઓક્ટોબરના રોજ મતદાન થશે. જે કારણે રાજકીય પક્ષો પાસે ચૂંટણી પ્રચાર માટે ઓછો સમય બચ્યો છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીની મત ગણતરી 8 ઓક્ટોબરના રોજ યોજાશે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં મતદાતાઓને રિઝવવા માચે ઘણી રાજકીય પાર્ટી ખાસ ચૂંટણી સ્લોગન સાથે મત માંગી રહી છે. આ અહેવાલમાં આપણે રાજકીય પક્ષ અને તેમના ચૂંટણી નારા વિશે જાણીશું.
આ વખતે હરિયાણા ચૂંટણી 2024માં રાજકીય પક્ષો વચ્ચે ચૂંટણી નારાઓની લડાઈ સોશિયલ મીડિયા પર પણ જોવા મળી રહી છે. દરેક જણ તેમના ચૂંટણી સ્લોગનને હેશટેગ સાથે ટ્રેન્ડ કરી રહ્યાં છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં ભાજપે નોન સ્ટોપ હરિયાણાનો નારો આપ્યો છે. કોંગ્રેસ હાથ બદલેગા હાલાત અને આ રહી હૈ કોંગ્રેસ ટ્રેન્ડ કરી રહી છે. જનનાયક જનતા પાર્ટીનું સૂત્ર દુષ્યંત આયેગા છે, અને ભારતીય રાષ્ટ્રીય લોકદળનું સૂત્ર કિસાન જીતેગા છે.
ચૂંટણીમાં જૂના નારા લગાવવાનો કોઈ અર્થ નથી. દરેક ચૂંટણીમાં તમામ પક્ષો લોકોને આકર્ષે તેવા સ્લોગન બનાવવાનો પ્રયાસ કરે છે, અને એ જ સ્લોગન સોશિયલ મીડિયા પર વાયરલ કરીને જનતાને જોડી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણીઓમાં પક્ષો દ્વારા સમર્થકો, કાર્યકરો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લએન્સર દ્વારા તેમના ચૂંટણી સૂત્રોનો પ્રચાર પણ કરવામાં આવે છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં ભાજપ સોશિયલ મીડિયા પર દરરોજ 25 થી 30 પોસ્ટ કરી રહી છે. કોંગ્રેસ 17 થી 20 પોસ્ટ, INLD-BSP 4 થી 5 અને જનનાયક જનતા પાર્ટી દરરોજ 3 થી 4 પોસ્ટ બનાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે હરિયાણાની તમામ 90 બેઠકો માટે 5 ઓક્ટોબરના રોજ એક જ તબક્કામાં મતદાન થવાનું છે. જે બાદ 8 ઓક્ટોબરના રોજ મતગણતરી કરવામાં આવશે. મતગણતરી બાદ જ જાહેર થશે કે, હરિયાણામાં કોની સરકાર બનશે?
કોના કેટલા ફોલોઅર્સ છે?
પાર્ટી એક્સ ફેસબુક ઇન્સ્ટાગ્રામ
ભાજપ 3.16 લાખ 7.11 લાખ 1.99 લાખ
કોંગ્રેસ 163 લાખ 2.42 લાખ 38 હજાર
INLD 27.7 લાખ 86 હજાર 37.9 લાખ
જેજેપી 72 હજાર 36 હજાર 75.2 હજાર












Click it and Unblock the Notifications
