કોરોનાઃ ચૂંટણી પંચ અને આરોગ્ય મંત્રાલયની મહત્વની બેઠક આજે, ચૂંટણી અંગે થઈ શકે છે મોટુ એલાન

આજે(સોમવારે) ચૂંટણી પંચ અને આરોગ્ય મંત્રાલય વચ્ચે મહત્વની બેઠક યોજાવાની છે જેમાં આગામી ચૂંટણીને લઈને મોટુ એલાન થવાની સંભાવના છે.

નવી દિલ્લીઃ દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ અને જાનલેવા વેરિઅંટ ઓમિક્રૉન આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ચિંતાનુ કારણ બનેલા છે. આવતા વર્ષની શરુઆતમાં ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન ફરીથી એક વાર કોવિડ-19ના પ્રકોપના કારણે ચૂંટણી પર સંકટના વાદળો છવાઈ ગયા છે. આજે(સોમવારે) ચૂંટણી પંચ અને આરોગ્ય મંત્રાલય વચ્ચે મહત્વની બેઠક યોજાવાની છે જેમાં આગામી ચૂંટણીને લઈને મોટુ એલાન થવાની સંભાવના છે. આ બેઠકમાં ઘણા મોટા અધિકારીઓ હાજર રહેશે.

EC

તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ઉત્તર પ્રદેશને છોડીને બધા રાજ્યોમાં વિધાનસભાઓનો કાર્યકાળ આવતા વર્ષે માર્ચમાં સમાપ્ત થઈ રહ્યો છે. વળી, યુપીમાં મેમાં સીમ યોગી આદિત્યનાથનો કાર્યકાળ સમાપ્ત થશે. કોરોનાના વધતા કેસોને જોતા આવી સ્થિતિમાં મતદાન કરાવવુ ચૂંટણી આયોગ માટે ઘણુ મુશ્કેલ બનશે. એવામાં આજે સોમવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને ચૂંટણી આયોગ વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક થવા જઈ રહી છે. જેમાં ચૂંટણીને લઈને મોટી ઘોષણા કરવામાં આવી શકે છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા કોરોના વિસ્ફોટને જોતા અલાહાબાદ હાઈકોર્ટે પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચૂંટણી પંચ પાસેથી વિધાનસભા ચૂંટણીને લઈને તેને હાલ માટે ટાળવાની વાત કહી હતી. વળી, મુખ્ય ચૂંટણી કમિશ્રરે કોરોનાની સ્થિતિને જોતા આવતા સપ્તાહે ઉત્તર પ્રદેશનો પ્રવાસ કરીને ત્યાંની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ ચૂંટણીને લઈને કોઈ નિર્ણય કરવાની વાત કહી હતી. મીડિયા રિપોર્ટ મુજબ કાલે એટલે કે મંગળવારે મુખ્ય ચૂંટણી કમિશ્નર યુપીના પ્રવાસે જઈ શકે છે. આ ઉપરાંત ચૂંટણી પંચ ચૂંટણીની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે પહેલા ગોવા, પંજાબ અને ઉત્તરાખંડનો પ્રવાસ કરી ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X