ECની પત્રકાર પરિષદ: 18 ડિસેમ્બર પહેલા યોજાશે ગુજરાત ચૂંટણી

ચૂંટણી પંચ તરફથી ગુરૂવારે ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના એંધાણ ઘણા સમયથી વર્તાઇ રહ્યાં છે, રાજ્યમાં રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર કાર્યક્રમો શરૂ કરી દીધાં છે. ચૂંટણી પંચ તરફથી હજુ સુધી ચૂંટણીની તારીખો જાહેર થઇ નથી. ગુરૂવારે સાંજે ચૂંટણી પંચ આ અંગે જાહેરાત કરશે એમ કહેવાઇ રહ્યું હતું. જો કે, ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર એ.કે.જોતિ દ્વારા સાંજે 4 વાગે કરાયેલ પત્રકાર પરિષદના સંબોધનમાં ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર કરવામાં નહોતી આવી. જો કે, તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી 18 ડિસેમ્બર પહેલા યોજવામાં આવશે. ગુજરાતની સાથે હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. આ અંગે કેટલીક મહત્વની જાહેરાત પત્રકાર પરિષદમાં કરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશમાં 9 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે અને 18 ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાશે. કહેવાઇ રહ્યું છે કે, ગુજરાત ચૂંટણીની તારીખોની જાહેરાત 19 ઓક્ટોબરના રોજ થાય એવી શક્યતા છે.

election commission

ગુજરાત વિધાનસભા

  • કુલ બેઠકો - 182
  • ભાજપ - 115
  • કોંગ્રેસ - 61

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પગલે રાજકીય પક્ષો વચ્ચે આરોપ અને પ્રત્યારોપણની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. રાજ્યની ભાજપ સરકાર ચૂંટણી પહેલા મતદારોને રિઝવવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરી રહી છે. પાટીદારો સાથેની બેઠક, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો, નવી 16 GIDCની જાહેરાત વગેરે જેવા નિર્ણયો દ્વારા સરકાર મતદારોને પોતાની તરફ વાળવાનો પ્રયત્ન કરી રહી છે. તો વિરોધ પક્ષ કોંગ્રેસ પણ વિવિધ પ્રચાર કાર્યક્રમો હેઠળ મતદારોની મુલાકાત કરવામાં વ્યસ્ત છે.

હિમાચલ પ્રદેશ વિધાનસભા

  • કુલ બેઠકો - 68
  • કોંગ્રેસ -36
  • ભાજપ - 26
  • અપક્ષ અને અન્ય - 06

ચૂંટણીની તારીખો જાહેર થતાં પહેલા જ હિમાચલ પ્રદેશમાં રાજકીય પક્ષોમાં હલચલ જોવા મળી હતી. થોડા સમય પહેલા હિમાચલ પ્રદેશ પહોંચેલ પીએમ મોદીએ ત્યાંની રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. હિમાચલ પ્રદેશમાં હાલ કોંગ્રેસના વીરભદ્ર સિંહ મુખ્યમંત્રી પદ સંભાળી રહ્યાં છે. આ વર્ષે પણ હિમાચલ પ્રદેશમાં ભાજપના જૂના વિશ્વાસુ પ્રેમ કુમાર ધૂમલ અને વીરભદ્ર સિંહ વચ્ચે સત્તા માટે હરીફાઇ ઊભી થાય એવી સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X