યૂપી અને બિહારની રાજ્યસભા સીટની ચૂંટણી માટે તારીખનું એલાન

યૂપી અને બિહારની રાજ્યસભા સીટની ચૂંટણી માટે તારીખનું એલાન

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ અને બિહારમાં રાજ્યસભાની 2 સીટ માટે ચૂંટણીની તારીખનું એલાન કરી દીધું છે. બંને રાજ્યોમાં એક-એક સીટ માટે 16 ઓક્ટોબરે મતદાન થશે. જણાવી દઈએ કે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રામ જેઠમલાણીના નિધનના કારણે આ બંને સીટ ખાલી થઈ હતી. રામ જેઠમલાણી રાષ્ટ્રીય જનતા દળ કોટાથી રાજ્યસભા સભ્ય હતા.

rajya sabha

ઉલ્લેખનીય છે કે જેટલી ઉત્તર પ્રદેશથી ઉપલા ગૃહમાં ભાજપના સભ્ય હતા જ્યારે જેઠમલાણી બિહારથી ઉપલા ગૃહમાં રાજદના સભ્ય હતા. જેટલીનું નિધન 24મી ઓક્ટોબરે થયું હતું. રાજ્યસભા સભ્યના રૂપમાં તેમનો કાર્યકાળ 2 એપ્રિલ 2024 સુધીનો હતો. જ્યારે જેઠમલાણીનું નિધન આઠ સપ્ટેમ્બરે થયું હતું અને ઉપલા ગૃહમાં તેમનો કાર્યકાળ સાત જુલાઈ 2022 સુધીનો હતો.

આ ચૂંટણી માટે 27મી સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. આ સીટ માટે નામાંકન પત્ર દાખલ કરવાની અંતિમ તારીખ ચાર ઓક્ટોબર હશે જ્યારે પાંચમી ઓક્ટોબરે નામાંકન પત્રની તપાસ કરવામાં આવશે. નામાંકન પત્રની તપાસ બાદ નવમી ઓક્ટોબ સુધી નામ પરત ખેંચી શકાશે અને તે બાદ 16મી ઓક્ટોબરે આ બંને સીટ માટે વોટિંગ થશે. સવારે નવ વાગ્યાથી વોટિંગ શરૂ થશે જે સાંજના ચાર વાગ્યા સુધી ચાલશે. આ દિવસે જ સાંજે પાંચ વાગ્યે મતગણતરી કરવામાં આવશે. પેટા ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા 18 ઓક્ટોબર સુધીમાં પૂરી કરી લેવાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X