મહારાષ્ટ્ર, હરિયાણામાં 21 ઓક્ટોબરે મતદાન અને 24મીએ પરિણામ આવશે

મહારાષ્ટ્ર, હરિયાણામાં 21 ઓક્ટોબરે મતદાન અને 24મીએ પરિણામ આવશે

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે શનિવારે મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણીની તારીખનું એલાન કરી દીધું છે. મહારાષ્ટ્ર અને હરિયાણાનું મતદાન 21 ઓક્ટોબરે થશે, જ્યારે મતગણતરી 24 ઓક્ટોબરે કરવામાં આવશે. જેને લઈ તમામ પ્રકારની તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. સાથે જ દેશના વિવિધ રાજ્યોમાં 64 વિધાનસભા સીટ માટે પેટાચૂંટણીનું પણ એલાન કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચે હાલ ઝારખંડમાં ચૂંટણીની તારીખોનું એલાન નથી કર્યું. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની કુલ 288 સીટ છે જ્યારે હરિયાણામાં સીટોની સંખ્યા 90 છે. પાછલી ચૂમંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ગઠબંધનની સરકાર છે, જ્યારે હરિયાણામાં ભાજપે બહુમત સાથે સરકાર બનાવી હતી. આ બંને રાજ્યોમાં ભાજપને ઉમ્મીદ છે કે તે ફરી એકવાર સત્તામાં આવશે. પીએ મોદીએ હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપ માટે પ્રચાર અભિયાન શરૂ કર્યો છે. પીએમ મોદીએ રાજ્યની જનતાને અપીલ કરી કે તે દેશ અને સાજ હિતમાં ફરી એકવાર સત્તામાં ભાજપને લાવે.

maharashtra election

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે નોટિફિકેશન 27 સપ્ટેમ્બરે જાહેર થશે. નૉમિનેશનની અંતિમ તારીખ 4 ઑક્ટોબર હશે, જ્યારે સ્ક્રૂટની 5 ઓક્ટોબરે થશે. નામ પરત લેવાની અંતિમ તારીખ 7 ઑક્ટોબર હશે. બંને રાજ્યનું મતદાન 21 ઓક્ટોબરે છે અને મતગણતરીની અંતિમ તારીખ 24 ઓક્ટોબર રાખવામાં આવી છે.

સાથે જ દેશના વિવિધ રાજ્યોમાં 64 વિધાનસભા સીટો માટે પેચાચૂંટણીનું પણ એલાન કરવામાં આવ્યું છે. ચૂંટણઈ પંચે હાલ ઝારખંડમાં ચૂંટણીની તારીખોની ઘોષણા નથી કરી. વિધાનસભા સીટ માટે પેટાચૂંટણીની સીટો કંઈક આ પ્રકારે છે. અરુણાચલ પ્રદેશ- 1, આસામ- 4, બિહાર- 5, છત્તીસગઢ- 1, ગુજરાત- 4, કર્ણાટક- 16, કેરળ- 5, મધ્ય પ્રદેશ-1, મેઘાલય- 1, ઓરિસ્સા- 1, રાજસ્થાન-2, સિક્કિમ- 3, તમિલનાડુ-2, તેલંગાણા-1, ઉત્તર પ્રદેશ-11 સહિત કુલ 64 સીટ પર પેટાચૂંટણી થવા જઈ રહી છે.

મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી સાથે કેટલાય રાજ્યોમાં પેટાચૂંટણી કરાવવામાં આવશે. પેટાચૂંટણી માટે 23 સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર થશે, જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર છે. ભરેલ ઉમેદવારી પત્રોના સ્ક્રૂટની 1 ઓક્ટોબરે થશે, જ્યારે પોતાના નામ પરત લેવાની તારીખ 3 ઓક્ટોબર છે. પેટાચૂંટણી અંતર્ગત મતદાન 21 ઓક્ટોબરે થશે, જ્યારે મતગણતરી 24 ઓક્ટોબરે કરવામાં આવશે. સાથે જ 27 ઓક્ટોબર સુધી ચૂંટણી સાથે જોડાયેલ તમામ પ્રતિક્રિયાઓ પૂરી કરી લેવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X