Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હરિયાણા-મહારાષ્ટ્ર ઉપરાંત આ રાજ્યોની 64 સીટો પર પણ મતદાન

ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્ર અને હરિયાણામાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન કરી દીધુ. ચૂંટણી પંચે 64 વિધાનસભા સીટો પર પેટાચૂંટણીની તારીખોનુ એલાન પણ કર્યુ.

ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્ર અને હરિયાણામાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન કરી દીધુ. શનિવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ જણાવ્યુ કે બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરના રોજ ચૂંટણી થશે જ્યારે 24 ઓક્ટોબરે તેના પરિણામ આવષે. આ રાજ્યોમાં થનારી ચૂંટણી ઉપરાંત ચૂંટણી પંચે 64 વિધાનસભા સીટો પર પેટાચૂંટણીની તારીખોનુ એલાન પણ કર્યુ.

18 રાજ્યોની 64 સીટો પર 21 ઓક્ટોબરે પેટાચૂંટણી

18 રાજ્યોની 64 સીટો પર 21 ઓક્ટોબરે પેટાચૂંટણી

ચૂંટણી પંચે જણાવ્યુ કે અરુણાચલ પ્રદેશ-1, બિહાર-5, છત્તીસગઢ-1, અસમ-4, ગુજરાત-4, હિમાચલ પ્રદેશ-2, કર્ણાટક-15, કેરળ-5, મધ્ય પ્રદેશ-1, મેઘાલય-1, ઓડિશા-1, પુડુચેરી-1, પંજાબ-4, રાજસ્થાન-2, સિક્કિમ-3, તમિલનાડુ-2, તેલંગાના-1 અને ઉત્તરપ્રદેશ-11ની 64 સીટો માટે પેટાચૂંટણી 21 ઓક્ટોબરે થશે જ્યારે મતોની ગણતરી 24 ઓક્ટોબરે થશે.

24 ઓક્ટોબરે જ આવશે પેટાચૂંટણીના પરિણામો

આ પહેલા ચૂંટણી પંચે જણાવ્યુ કે મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટો પર એક જ તબક્કામાં 21 ઓક્ટોબરે મતદાન થશે. જ્યારે હરિયાણાની 90 સીટો પર પણ આ દિવસે મતદાન થશે. બંને રાજ્યોમાં ચૂંટણી પરિણામ 24 ઓક્ટોબરે ઘોષિત કરવામાં આવશે. મહારાષ્ટ્રની વાત કરીએ તો રાજ્યમાં 8.9 કરોડ મતદાતા છે જ્યારે રાજ્યમાં 1.8 લાખ બેલેટ યુનિટ, 1.28 લાખ સીયુ અને 1.39 લાખ વીવીપેટ મશીનો છે. વળી, હરિયાણામાં 1.82 કરોડ મતદારો છે. અહીં ચૂંટણીમાં 1.3 લાખ ઈવીએમનો ઉપયોગ થશે.

મહારાષ્ટ્ર-હરિયાણામાં 21 ઓક્ટોબરે મતદાન

મહારાષ્ટ્ર-હરિયાણામાં 21 ઓક્ટોબરે મતદાન

ચૂંટણી પંચે જણાવ્યુ કે બંને રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે. અધિસૂચના જારી થવી તારીખ 27 સપ્ટેમ્બર હશે. જ્યારે નામાંકનની અંતિમ તારીખ 4 ઓક્ટોબર અને નામાંકનની તપાસ 5 ઓક્ટોબરે થશે. આ ઉપરાંત નામાંકન પાછુ લેવાની અંતિમ તારીખ 7 ઓક્ટોબર હશે. બંને રાજ્યોમાં મતદાન 21 ઓક્ટોબરે થશે અને મતોની ગણતરી 24 ઓક્ટોબરે થશે. ચૂંટણી પંચે બધા રાજકીય દળોને અપીલ કરીને કહ્યુ કે તે પોતાના પ્રચારમાં પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરે અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને પોતાનો પ્રચાર આગળ વધારે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X