નરેન્દ્ર મોદીને મોટો ઝટકો, ઈલેક્શન કમિશનને વિકસિક ભારત વોટ્સએપ મેસેજ પર રોક લગાવી
આદર્શ આચાર સંહિતાને ઘોળી પી જનારી નરેન્દ્ર મોદીની બીજેપીને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. મોદી સરકારના વોટ્સએપ મેસેજ પર તાત્કાલિક રોક લગાવી દીધી છે.
ચૂંટણી પંચે મોદી સરકારના વોટ્સએપ મેસેજ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવા સૂચના આપી છે. ચૂંટણી પંચે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને વોટ્સએપ પર વિકસિત ભારતના સંદેશાઓની ડિલિવરી તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.

ચૂંટણી પંચે કહ્યું કે, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય પાસેથી આ મામલે તાત્કાલિક અનુપાલન રિપોર્ટ માંગવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચને ઘણી ફરિયાદો મળી છે કે સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત અને MCC લાગુ થવા છતાં નાગરિકોના ફોન પર હજુ પણ આવા સંદેશાઓ મોકલવામાં આવી રહ્યા છે.
આના જવાબમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે કમિશનને જણાવ્યું હતું કે આ પત્રો MCCના અમલ પહેલા મોકલવામાં આવ્યા હતા. તેમાંથી કેટલાક નેટવર્કના કારણે મોડા પહોંચ્યા છે.
બીજી તરફ ગુરુવારે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર ચૂંટણી કમિશનરોની નિમણૂક માટેના કાયદા પર સ્ટે મૂકવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે કહ્યું કે આ તબક્કે આમ કરવાથી માત્ર અરાજકતા અને અનિશ્ચિતતા સર્જાશે.
સુપ્રીમ કોર્ટના આદેશની સ્પષ્ટતા કરતા જસ્ટિસ ખન્નાએ કહ્યું કે અમે આ તબક્કે કાયદા પર સ્ટે મૂકી શકીએ નહીં અને તેનાથી માત્ર અરાજકતા અને અનિશ્ચિતતા જ સર્જાશે.
નોંધનીય છે કે નવનિયુક્ત ચૂંટણી કમિશનરો જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ સામે કોઈ આરોપ નથી. કોર્ટે કહ્યું કે એવું માની શકાય નહીં કે કેન્દ્ર દ્વારા બનાવેલો કાયદો ખોટો છે.












Click it and Unblock the Notifications
