For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસને ચૂંટણી પંચની ફટકાર, રાફેલવાળી જાહેરાત પર લગાવી રોક

કોંગ્રેસને ચૂંટણી પંચની ફટકાર, રાફેલવાળી જાહેરાત પર રોક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ને નિષ્પક્ષ રીતે સંપન્ન કરવા માટે ચૂંટણી પંચે કમર કસી લીધી છે. ચૂંટણી પંચે પોસ્ટર, બેનર, જાહેરાતો અને નેતાઓના નિવેદન પર નજર બનાવી રાખી છે. અગાઉ ચૂંટણી પંચે તમામ રાજનૈતિક પાર્ટીઓ પર સેનાની તસવીરના ઉપયોગ પર રોક લગાવ્યો હતો. જ્યારે હવે ચૂંટણી પંચે કોંગ્રેસના ચૂંટણી કેમ્પેન પર સખત વલણ અપનાવ્યું છે અને રાફેલ વાળી જાહેરાત પર રોક લગાવી દીધી છે.

કોંગ્રેસને ચૂંટણી પંચની ફટકાર

કોંગ્રેસને ચૂંટણી પંચની ફટકાર

જણાવી દઈએ કે મધ્ય પ્રદેશ કોંગ્રેસે જાહેરાતોને ચૂંટણી પંચ પાસે મંજૂરી માટે મોકલી આપી હતી. જેમાં 9માંથી 6 વીડિયો જાહેરાત પર ચૂંટણી પંચે વાંધો ઉઠાવતા તેના પર રોક લગાવી દીધી છે. ચૂંટણી પંચે કહ્યું કે આમાં રાફેલ વિવાદ સાથે જોડાયેલ જાહેરાત પણ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ચૂંટણી પંચે કહ્યું કે રાફેલનો મામલો હજુ સુપ્રીમ કોર્ટમાં છે, માટે તેને ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરવો યોગ્ય નથી.

રાહુલ ગાંધીએ મોદી પર કર્યા પ્રહાર

રાહુલ ગાંધીએ મોદી પર કર્યા પ્રહાર

રાફેલના મુદ્દે કોંગ્રેસે મોદી સરકાર પર સતત પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ રાફેલને મુદ્દો બનાવી મોદી પર સીધો હુમલો કરતાં આ ડીલમાં ઘફલાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ ચોકીદાર હી ચોર હૈ નારા થકી પીએમ મોદી પર સતત નિશાન સાધ્યું છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ 24 કલાક ચાલતા ચેનલ નમો ટીવીની ફિયાદ ચૂંટણી પંચને કરી હતી. જેના પર ચૂંટણી પંચે સૂચના અને પ્રસારણ મંત્રાલય પાસેથી જવાબ માંગ્યો છે.

ચૂંટણી પંચે માંગ્યો જવાબ

ચૂંટણી પંચે માંગ્યો જવાબ

નમો ટીવીના મામલે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી, તેમણે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે આ ટીવી પર પ્રસારિત થતા કાર્યક્રમો પર કોની દેખરેખ હશે. આમ આદમી પાર્ટીએ આ મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરતા આયોગ પાસે આ મામલે જલદી જ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

Namo TV પર વિવાદ વધ્યો, EC એ જવાબ માંગ્યોNamo TV પર વિવાદ વધ્યો, EC એ જવાબ માંગ્યો

તમારા સાંસદની સંપત્તિ કેટલી? અહીં જાણો

English summary
Election Commission did not approve Rafale Ads of congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X