For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મમતા સાથે માયાવતી - હિંસા માટે ભાજપ જ જવાબદાર, દબાણમાં છે ચૂંટણી પંચ

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન ભડકેલી હિંસા બાદ ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં 16મેની રાતે જ ચૂંટણી પ્રચાર પર રોકવાના નિર્ણય પર વિપક્ષે સવાલ ઉઠાવી દીધા છે, બસપા પ્રમુખ માયાવતી બંગાળ વિવાદ પર મમતા બેનર્જી સાથે આવી ગઈ છે. તેમણે કહ્યુ કે એ સ્પષ્ટ છે કે પીએમ મોદી, અમિત શાહ અને બાકી નેતા મમતા બેનર્જી પર હુમલો કરી રહ્યા છે. તેમના હુમલા પહેલેથી પ્લાન્ડ છે. આ બહુ ખતરનાક છે અને દેશના પીએમ મોદીને આ શોભા નથી આપતુ. એમાં કોઈ શક નથી કે બંગાળમાં થયેલી હિંસા માટે ભાજપ જ જવાબદાર છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં ISIએ અભિનંદન વર્તમાનને 40 કલાક સુધી કર્યા હતા ટૉર્ચરઆ પણ વાંચોઃ પાકિસ્તાનમાં ISIએ અભિનંદન વર્તમાનને 40 કલાક સુધી કર્યા હતા ટૉર્ચર

બંગાળ વિવાદ પર મમતા સાથે માયાવતી

માયાએ કહ્યુ કે ચૂંટણી પંચ પણ પીએમ મોદીના દબાણમાં કામ કરી રહ્યુ છે. આ સંપૂર્ણપણે અનુચિત છે. તમને જણાવી દઈએ કે આ પહેલા કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે આજે લોકતંત્રના ઈતિહાસનો કાળો દિવસ છે કારણકે પંચે પ્રક્રિયાનું પાલન નહિ કરીને માત્ર પ્રધાનમંત્રી મોદીની રેલીઓની મંજૂરી આપી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ આ વિશે ટ્વીટ દ્વારા ચૂંટણી પંચ પર નિશાન સાધ્યુ હતુ.

પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીની બે રેલી

તમને જણાવી દઈએ કે આજે પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીની બે રેલી છે અને ચૂંટણી પંચે આ રેલીઓ બાદ જ રાતે દસ વાગ્યાથી રાજ્યમાં પ્રચાર બંધ કરવાનો નિર્ણય કર્યો છે, પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીના સાતમાં તબક્કામાં કુલ 9 સીટો પર મતદાન યોજાવાનું છે.

મમતા બેનર્જીએ લગાવ્યા મોદી-શાહ પર સંગીન આરોપ

મમતા બેનર્જીએ લગાવ્યા મોદી-શાહ પર સંગીન આરોપ

આ વિશે મમતા બેનર્જીએ કાલે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અને ભાજપ સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ હતુ. તેમણે કહ્યુ કે ભાજપના નિર્દેશ પર ચૂંટણી કમિશને આ નિર્ણય લીધો છે. આ નિર્ણય ચૂંટણી પંચે નહિ પરંતુ મોદીએ લીધો છે. અમિત શાહના ઈશારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આજે વારાણસીમાં હશે અને માયા અને અખિલેશ

આજે વારાણસીમાં હશે અને માયા અને અખિલેશ

તમને જણાવી દઈએ કે 19મેના રોજ યોજાનાર અંતિમ તબક્કાના મતદાનમાં વારાણસીમાં પણ મત નાખવામાં આવશે. આ પહેલા આજે બસપા પ્રમુખ માયાવતી અને સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવ વારાણસીમાં આજે રેલીઓને સંબોધિત કરશે. વારાણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ચૂંટણી લડી રહ્યા છે. બુધવારે જ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ વારાણસીમાં રોડ શો કર્યો હતો.

English summary
election commission has banned campaigning in west bengal it is acting under pressure says mayawati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X