For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી પંચે Remote Voting System દાખલ કરી, હવે મતદારો ગમે ત્યાં કરી શકશે મતદાન

રિમોટ વોટિંગ સિસ્ટમ અંગે સૂચન પણ જાહેર કરવામાં આવ્યું છે. રાજકીય પક્ષો પાસેથી કાયદાકીય, વહીવટી અને ટેકનિકલ રીતે તેનો અમલ કરવા અંગે પોતાના વિચારો વ્યક્ત કરવા પણ જણાવવામાં આવ્યું છે.

|
Google Oneindia Gujarati News

Remote Voting System : ચૂંટણી પંચ દ્વારા ગુરૂવારના રોજ જણાવવામાં આવ્યું હતું કે, તેમણે પ્રવાસી મતદાતાઓ માટે રિમોટ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનના પ્રોટોટાઇપને વિકસિત કર્યું છે. રાજકીય પક્ષોને 16 જાન્યુઆરીના રોજ તેના પ્રદર્શન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

રિમોટ વોટિંગ સિસ્ટમ અંગે સૂચન પણ જાહેર કરવામાં આવ્યું છે. રાજકીય પક્ષો પાસેથી કાયદાકીય, વહીવટી અને ટેકનિકલ રીતે તેનો અમલ કરવા અંગે પોતાના વિચારો વ્યક્ત કરવા પણ જણાવવામાં આવ્યું છે.

લોકશાહીમાં વધશે ભાગીદારી

લોકશાહીમાં વધશે ભાગીદારી

જાહેર ક્ષેત્રની કંપની દ્વારા ઉત્પાદિત મલ્ટી કોન્સ્ટિટ્યુએન્સી રિમોટ ઈવીએમ એક જ સ્થાનેથી 72 મતવિસ્તારોનું સંચાલન કરી શકે છે.

મુખ્યચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રત્યે યુવાનો અને શહેરી વિસ્તારોમાં રહેતા લોકોમાં જોવા મળતી ઉદાસીનતાને ધ્યાનમાં રાખીને લોકશાહી પ્રક્રિયામાં ભાગીદારી વધારવા માટે રિમોટ વોટિંગ મશીનો એક અસરકારક પહેલ સાબિત થશે.

ચૂંટણી સુધારણામાં સીમાચિહ્નરૂપ સાબિત થયું છે ઈવીએમ

ચૂંટણી સુધારણામાં સીમાચિહ્નરૂપ સાબિત થયું છે ઈવીએમ

નોંધનીય છે કે, 1977માં ચૂંટણી પંચે હૈદરાબાદ સ્થિત ઈલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL)ને મતદાન માટે ઈલેક્ટ્રોનિકવોટિંગ મશીન બનાવવાની જવાબદારી સોંપી હતી, જેથી બેલેટ પેપર દ્વારા મતદાનની જટિલ અને કંટાળાજનક પ્રક્રિયામાંથી મુક્તિ મળીશકે.

સંસ્થાએ 1979માં ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, બેંગ્લોરની મદદથી તેનો પ્રોટોટાઈપ વિકસાવ્યો હતો અને ચૂંટણી પંચે તેને 1980માંરાજકીય પક્ષોને રજૂ કર્યો હતો.

1982માં થયો પ્રથમ વખત ઉપયોગ

1982માં થયો પ્રથમ વખત ઉપયોગ

જો આપણે ચૂંટણીમાં તેનો ઉપયોગ કરીએ તો ઈવીએમનો તેનો પ્રથમ ઉપયોગ 1982માં કેરળની સામાન્ય ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો.

મધ્યપ્રદેશ, દિલ્હી અને રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીમાં 1998માં પ્રથમ વખત મર્યાદિત સંખ્યામાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.2001 બાદ તમામ વિધાનસભા ચૂંટણીમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ સાથે વર્ષ 2004માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં 543 સંસદીય મતવિસ્તારોમાં મતદાન માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈવીએમ દાખલ થયા બાદથી મતદાન અને મત ગણતરીની પ્રક્રિયા સરળ બની છે.

તાજેતરના સમયમાં ચૂંટણી તરફ યુવાનો અને શહેરીજનોના ઘટતા વલણને કારણે લાંબા સમયથી રિમોટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનની જરૂરિયાત અનુભવાઈ રહી હતી.

English summary
Election commission introduced Remote Voting System, migrant voters can vote anywhere
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X