For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી પંચે હાઈકોર્ટને મીડિયા રિપોર્ટીંગ પર રોક લગાવવાની કરી અપીલ, કહ્યુ - છબી થઈ રહી છે ધૂંધળી

ચૂંટણી પંચે મદ્રાસ હાઈકોર્ટને મીડિયા રિપોર્ટીંગ રોકવા માટે અનુરોધ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મદ્રાસ હાઈકોર્ટે કોરોનાની બીજી લહેર માટે માત્ર ચૂંટણી પંચને જવાબદાર ગણાવ્યુ. આ સાથે જ પંચના અધિકારીઓ પર હત્યાનો કેસ નોંધવા સુધીની વાત કહી હતી. જો કે આ ફટકાર બાદ ચૂંટણી પંચે 2 મેના રોજ થનાર મતગણતરી માટે કોરોના ગાઈડલાઈન તૈયાર કરીને કાઉન્ટિંગ બાદ વિજય સરઘસ કાઢવા પર પ્રતિબંધ લગાવી દીધો. વળી, હવે ચૂંટણી પંચે મદ્રાસ હાઈકોર્ટને મીડિયા રિપોર્ટીંગ રોકવા માટે અનુરોધ કર્યો છે.

EC

ચૂંટણી પંચે પોતાની અરજીમાં કહ્યુ કે મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયની મૌખિક ટિપ્પણીઓના મીડિયા રિપોર્ટથી વ્યથિત છે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે આ રિપોર્ટ્સે ચૂંટણી પંચની છબીને એક સ્વતંત્ર બંધારણીય એજન્સી તરીકે ધૂંધળી કરી દીધી છે જેને ચૂંટણી સંચાલનની બંધારણીય જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણી પંચે જણાવ્યુ કે છેલ્લા અમુક સમયથી કોર્ટના સમાચારોને મીડિયામાં સતત બતાવવામાં આવી રહ્યા છે, જેનાથી ચૂંટણી પંચની છબીને નુકશાન થઈ રહ્યુ છે.

ફેમસ ન્યૂઝ એંકર રોહિત સરદાનાનુ નિધન, કોરોનાથી હતા સંક્રમિતફેમસ ન્યૂઝ એંકર રોહિત સરદાનાનુ નિધન, કોરોનાથી હતા સંક્રમિત

તમને જણાવી દઈએ કે સોમવારે મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયે ચૂંટણી પંચ પર ટિપ્પણી કરી હતી કે તમારી સંસ્થા કોવિડ-19ની બીજી લહેર માટે એકલી જવાબદાર છે. તમારા અધિકારીઓ પર હત્યાના આરોપોનો કેસ નોંધાવો જોઈએ. વળી, હવે ચૂંટણી પંચે કહ્યુ કે સૌથી વધુ કેસોવાળા રાજ્યોમાં કોઈ ચૂંટણી નથી થઈ જેવા કે મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને દિલ્લી. ચૂંટણી પંચે અરજીમાં કહ્યુ કે એટલા માટે એમ ન કહી શકાય કે ચૂંટણી પંચ કોવિડ-19ની બીજી લહેર માટે એકલા જવાબદાર છે અને ના ચૂંટણી પંચના અધિકારીઓને કોઈ રીતે દોષી માની શકાય.

English summary
Election commission Madras High Court stop media reporting from court oral observation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X