
ચૂંટણી પંચે પંજાબ સ્ટેટ આઇકોન પદેથી સોનૂ સૂદને હટાવ્યો, સોનૂ સૂદે પોસ્ટ છોડી હોવાનું જણાવ્યુ!
ચંદીગઢ, 7 જાન્યુઆરી : ઇન્ડિયાના ચૂંટણી પંચે અભિનેતા સોનુ સૂદને પંજાબ સ્ટેટ આઈકોન તરીકે નિમણૂંક રદ કરી છે. ચૂંટણી પંચ દ્વારા એક વર્ષ અગાઉ તેને પંજાબના સ્ટેટ આઈકોન બનાવવામાં આવ્યા હતા. સોનૂ સૂદે ટ્વિટ કર્યું કે, મેં પંજાબ સ્ટેટ આયકનની પોસ્ટ સ્વેચ્છાએ છોડી દીધી છે.
પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારીના કરુણા રાજુએ શુક્રવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, ચૂંટણી પંચે 4 જાન્યુઆરીના રોજ પંજાબના સ્ટેટ આઈકન તરીકે નિમણૂંક રદ કરી હતી. બીજી તરફ ચૂંટણી પંચના આ નિવેદન પછી, સોનૂ સુદે ટ્વીટ કર્યું કે, બધી સારી વસ્તુઓની જેમ આ મુલાકાત પણ સમાપ્ત થઈ ગઈ છે. મેં પંજાબના સ્ટેટ આઈકોન તરીકે સ્વૈચ્છિક રીતે પોસ્ટ છોડી દીધી છે. મારા પરિવારના સભ્ય દ્વારા પંજાબ વિધાનસભાની ચૂંટણી લડવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હું ભવિષ્યના પ્રયત્નો માટે તેમને શુભેચ્છા આપું છું.
મસીહા બનીને લોકડાઉનમાં લોકોને મદદ કરનાર અભિનેતા સોનુ સૂદે ગયા નવેમ્બરમાં કહ્યું હતું કે તેની બહેન માલવિકા રાજકારણમાં જોડાઈ રહી છે પરંતુ તેણે પોતાના માટે આવી કોઈ યોજના નથી.
પંજાબના મોગા જિલ્લાના રહેવાસી સૂદે ગયા વર્ષે કોવિડ લોકડાઉન દરમિયાન સ્થળાંતર કરતા કામદારોને તેમના ઘરે પહોંચવામાં મદદ કરવા માટે માત્ર દેશભરમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં હેડલાઇન્સ બનાવી હતી. સોનુ સૂદે કોવિડ લોકડાઉન અને બેરોજગારી વચ્ચે તેમના ઘરે પરત ફરતી વખતે વિવિધ સ્થળોએ ફસાયેલા પરપ્રાંતિય કામદારો માટે પરિવહન સુવિધાની વ્યવસ્થા કરી હતી, ત્યારથી તે સતત જરૂરિયાતમંદોને મદદ કરી રહ્યો છે.