For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી ખર્ચ સંબંધિત ટિપ્પણી બદલ ચૂંટણી પંચ ગોપીનાથ મુંડેને નોટિસ મોકલશે

|
Google Oneindia Gujarati News

gopinath-munde
મુંબઇ, 29 જૂન : ચૂંટણી પંચે ભાજપના વરિષ્ઠ નેતા ગોપીનાથ મુંડેને એક નોટિસ પાઠવવાનું નક્કી કર્યું છે. આ નોટિસમાં પંચ મુંડેને તેમણે આપેલા નિવેદન અંગે જવાબ આપવા માટે જણાવશે. ગઇકાલે ગોપીનાથ મુંડેએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીઓમાં તેમણે અંદાજે રૂપિયા 8 કરોડ ખર્ચ કર્યો હતો.

આ રકમ ચૂંટણી દરમિયાન પંચે નિર્ધારિત કરેલી રૂપિયા 25 લાખની સીમા કરતા ઘણી વધારે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુંડેને એક સપ્તાહમાં નોટિસનો જવાબ આપવા માટે કહેવામાં આવશે.

શુક્રવારે મુખ્ય ચૂંટણી અધિકારી વી એસ સંપતની અધ્યક્ષતામાં મળેલી ચૂંટણી પંચની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. બીડના સાંસદ અને લોકસભામાં ભાજપના ઉપ નેતા મુંડેએ દાવો કર્યો હતો કે તેમણે વર્ષ 2009ની લોકસભા ચૂંટણીઓમાં પ્રચાર દરમિયાન રૂપિયા 8 કરોડની રકમ ખર્ચ કરી હતી.

આ નિવેદન બાદ માહિતી અને પ્રસારણ મંત્રીમનીષ તિવારીએ માંગ કરી છે કે ચૂંટણી પંચે ભાજપના નેતા મુંડેની આ ટિપ્પણીને ગંભીરતાથી લેવી જોઇએ. તેમણે એમ પણ જણાવ્યું કે જો મુંડેએ ચૂંટણી પંચે નિર્ધારિત કરેલા રૂપિયા 25 લાખની સીમાનું ઉલ્લંઘન કર્યું છે, તે તેમણે આ અંગે ચૂંટણી પંચ સમક્ષ સ્પષ્ટીકરણ આપવું જોઇએ અને પંચે પણ આ જવાબ માંગવો જોઇએ.

English summary
Election Commission to issue notice to Gopinath Munde.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X