For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરુણાચલ પ્રદેશમાં EVM લઈ ભાગ્યા 500 બુકાનીધારી, ચૂંટણી અધિકારીઓ પર કર્યુ ફાયરિંગ

એક તરફ જ્યાં આખા દેશમાં ઈલેક્ટ્રોનિક મશીન (EVM)ની સુરક્ષામા જવાનો તૈનાત છે ત્યાં બીજી તરફ નોર્થ ઈસ્ટના અરુણાચલ પ્રદેશમાં અમુક અજ્ઞાત લોકો EVM લઈને ભાગી ગયા છે.

|
Google Oneindia Gujarati News

એક તરફ જ્યાં આખા દેશમાં ઈલેક્ટ્રોનિક મશીન (EVM)ની સુરક્ષામા જવાનો તૈનાત છે ત્યાં બીજી તરફ નોર્થ ઈસ્ટના અરુણાચલ પ્રદેશમાં અમુક અજ્ઞાત લોકો EVM લઈને ભાગી ગયા છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સ તરફથી આપવામાં આવેલ માહિતી મુજબ લગભગ 500 લોકો હથિયારો સાથે આવ્યા અને EVM લઈને ભાગી ગયા. આ લોકો પાસે હથિયારો હતા અને તેમણે ચૂંટણી અધિકારીઓ પર હુમલો પણ કર્યો. ચૂંટણી અધિકારીઓ તરફથી બુધવારે આ અંગેની માહિતી આપવામાં આવી.

આ પણ વાંચોઃ જાણો EVMમાં ખરેખર મત નાખ્યા બાદ શું થાય છેઆ પણ વાંચોઃ જાણો EVMમાં ખરેખર મત નાખ્યા બાદ શું થાય છે

અધિકારીઓ પર કરવામાં આવ્યુ ફાયરિંગ

અધિકારીઓ પર કરવામાં આવ્યુ ફાયરિંગ

11 એપ્રિલના રોજ શરૂ થયેલ લોકસભા ચૂંટણી રવિવારે ખતમ થઈ ગઈ છે. છ અઠવાડિયાની શાંતિ બાદ રવિવારે એ સમયે અફડા તફડી મચી ગઈ જ્યારે વિપક્ષે ઈવીએમ સાથે છેડછાડના આરોપ લગાવ્યા છે. વિપક્ષનું કહેવુ છે કે આ વિસ્તારમાં ચૂંટણી અધિકારીઓ સાથે હિંસા કરવામાં આવી છે. અરુણાચલ પ્રદેશમાં રવિવારે અધિકારીઓની એક ટીમ ગાઢ જંગલમાંથી પસાર થઈ રહી હતી અને આ પોલિંગ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા. એ જ સમયે આના પર હુમલો કરવામાં આવ્યો.

પોલિંગ ટીમ પર કર્યો હુમલો

પોલિંગ ટીમ પર કર્યો હુમલો

જિલ્લાના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રોટ રિડો તારેકે આ માહિતી આપી. અમુક લોકોએ ફાયરિંગ પણ કર્યુ પરંતુ કોઈનો જીવ ગયો નથી. વળી, આઈજી સુનીલ ગર્ગે રૉયટર્સ સાથે વાતચીતમાં કહ્યુ, 'લગભગ 500 તોફાની ટોળાએ અમારી પોલિંગ ટીમ પર હુમલો કર્યો અને ફાયરિંગ કરવાની પણ કોશિશ કરી પરંતુ આમાં કોઈ ઘાયલ ન થયુ.'

ચૂંટણી પંચે કોઈ ટિપ્પણી કરી નહિ

ચૂંટણી પંચે કોઈ ટિપ્પણી કરી નહિ

ગર્ગે માહિતી આપી કે એપ્રિલમાં થયેલા મતદાન અને ઈવીએમ સાથે થયેલી છેડછાડના સમાચારો બાદ મંગળવારે એક ટીમ કોલોરિયાંગ સંસદીય ક્ષેત્ર તરફ રવાના થઈ. મંગળવારે જ્યારે નવા મશીન પહોંચ્યા ત્યારે ચૂંટણી ફરીથી થઈ. ચૂંટણી પંચે જો કે આ સમગ્ર પ્રકરણ પર કોઈ ટિપ્પણી કરી નથી. પંચે બસ એટલુ જ કહ્યુ કે તેને ઈવીએમ સાથે છેડછાડની અમુક ફરિયાદો મળી હતી પરંતુ તો સાચી નથી.

English summary
Election results 2019: men with machetes snatch evms in Arunachal Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X