Election Results 2023: મોટા ઉલટફેરના એંધાણ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતાઓ પાછળ

Election Results 2023: મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને છત્તીસગઢમાં સવારે 8 કલાકથી મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના ઉપલબ્ધ વલણો અનુસાર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપને બહુમતી મળી છે.

ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢ અને તેલંગાણાના પ્રારંભિક વલણોમાં કોંગ્રેસે બહુમતી હાંસલ કરી છે. બીજી તરફ અનેક વીવીઆઈપી બેઠકો પર દિગ્ગજ નોતાઓની વિશ્વસનીયતા પણ દાવ પર છે.

Election Results 2023

સીએમ શિવરાજ પોતાની સીટથી આગળ છે - અત્યાર સુધી મળેલા ટ્રેન્ડ પ્રમાણે જો મધ્યપ્રદેશની વાત કરીએ, તો ત્યાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આગળ છે. તે જ સમયે પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા કમલનાથ પણ પોતાની સીટ પરથી આગળ ચાલી રહ્યા છે. દિમાની બેઠક પરથી ભાજપના નરેન્દ્ર સિંહ તોમર પાછળ ચાલી રહ્યા છે.

રાજસ્થાનમાં સચિન પાયલટ પાછળ - જો રાજસ્થાનની વાત કરીએ, તો અહીં શરૂઆતી ટ્રેન્ડ મુજબ સીએમ અશોક ગેહલોત પોતાની સીટ પરથી આગળ ચાલી રહ્યા છે. આવા સમયે પાર્ટીના વરિષ્ઠ નેતા સચિન પાયલટ તેમની સીટથી પાછળ છે. આ સાથે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે ઝાલરાપાટન સીટથી આગળ છે.

સીએમ બઘેલ તેમની સીટથી આગળ છે - છત્તીસગઢથી પ્રારંભિક વલણોમાં, સીએમ ભૂપેશ બઘેલ હવે તેમની પાટણ બેઠક પરથી આગળ છે. જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા રમણ સિંહ રાજનાંદગાંવ બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે. તેલંગાણાની વાત કરીએ તો કે ચંદ્રશેખર રાવ (KCR) હાલમાં કામરેડ્ડી સીટથી પાછળ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X