રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા પ્રશાંત કિશોર, રાજકિય માહોલ ગરમાયો
ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને તેમના નિવાસસ્થાને મળવા પહોંચ્યા. આ બેઠકથી રાજકિય માહોલ ગરમાયો છે.
ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને તેમના નિવાસસ્થાને મળવા પહોંચ્યા. આ બેઠકથી રાજકિય માહોલ ગરમાયો છે. રાહુલ ગાંધી અને પ્રશાંત કિશોરે છેલ્લે 2017 ની ઉત્તરપ્રદેશની ચૂંટણી વખતે સાથે કામ કર્યું હતું, જો કે આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ બેઠકમાં પ્રિયંકા ગાંધી અને કેસી વેણુગોપાલ પણ હાજર છે. આ ઉપરાંત પંજાબના પ્રભારી હરીશ રાવત પણ ઉપસ્થિત છે. સૂત્રોનું માનીએ તો પંજાબને લઈને પાર્ટીમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. આ પહેલા પ્રશાંત કિશોર કેપ્ટન અમરિંદર સિંહને મળ્યા હતા. એવી અટકળો પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે સિદ્ધુ અને અમરિંદર સિંહ વચ્ચે ચાલી રહેલા ઝગડાને કારણે આ બેઠક બોલાવાઈ છે.
આવતા વર્ષે પંજાબમાં ચૂંટણી છે ત્યારે રાજ્યમાં કોંગ્રેસનો અંદરોઅંદરના ઝઘડા સંઘર્ષ પુરા થવાનું નામ નથી લઈ રહ્યા. સિદ્ધુએ મંગળવારે એમ કહીને પંજાબનું રાજકીય તાપમાન વધાર્યું હતું કે આપે હંમેશા તેમની દ્રષ્ટિ અને કાર્યને માન્યતા આપી છે. જો કે, બેઠકનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી. બીજી તરફ, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના લખનૌ પ્રવાસ રદ્દ થવા પાછળ પણ પ્રશાંત કિશોર સાથેની બેઠક જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
ઉલ્લેખનિય છે કે પંજાબ કોંગ્રેસની ચૂંટણીની રણનીતિ તૈયાર કરવાની જવાબદારી પ્રશાંત કિશોરને સોંપાઈ છે. આવી સ્થિતિમાં પ્રશાંત કિશોર સાથેની આ બેઠકને ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં આવતા વર્ષે યોજાનારી ચૂંટણી સાથે જોડાઈને જોવામાં આવી રહી છે. જો કે, આ બેઠક અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.












Click it and Unblock the Notifications
