Election : શું છે 5 રાજ્યોના મુખ્યમંત્રી પદના દાવેદારોની હાલત, જાણો કોણ છે આગળ અને કોણ હારી રહ્યું છે

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે સવારે 8 કલાકથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીઓમાં કેન્દ્રમાં સ્થાપિત ભાજપ સરકારની વિશ્વસનિયતા દાવ પર લાગી છે.

Election : 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે સવારે 8 કલાકથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીઓમાં કેન્દ્રમાં સ્થાપિત ભાજપ સરકારની વિશ્વસનિયતા દાવ પર લાગી છે. બીજી તરફ ગોવા અને પંજાબમાં તો મુખ્યમંત્રી પદના દાવેદાર પણ ચૂંટણી હારતા જોવા મળી રહ્યા છે.

counting

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને છોડીને બે રાજ્યોના મુખ્યમંત્રીના દાવેદાર પોતપોતાની સીટ પર મતગણતરીમાં પાછળ ચાલી રહ્યા છે.

ગોરખપુર સીટ પરથી ચૂંટણી લડી રહેલા સીએમ યોગી આદિત્યનાથને છોડીને બાકીના ચાર રાજ્યો પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવાના મુખ્યમંત્રી પદના દાવેદાર પોતપોતાની સીટ પર પાછળ છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની બે સીટ ભદૌરી અને ચમકૌર સાહિબથી ચૂંટણી લડી રહ્યા છે અને બંને સીટ પર પાછળ ચાલી રહ્યા છે. આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર ચમકૌર સાહિબ સીટ પર આગળ ચાલી રહ્યા છે અને AAP ના લાભ સિંહ ભદૌર સીટ પર પર આગળ ચાલી રહ્યા છે.

સાવંત પણ પાછળ છે

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સિંહ સાવંત સાંકેલિમ બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે. જોકે ગોવામાં ભાજપની સરકાર બને તેમ લાગી રહ્યું છે. અહીં ભાજપ 18 અને કોંગ્રેસ 17 સીટો પર આગળ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X