Election Year Ender 2024 : 2024 નું વર્ષ બીજેપી માટે કેવુ રહ્યું? આ રાજ્યોએ મોટો ઝટકો આપ્યો
Election Year Ender 2024 : 2024 નું વર્ષ રાજનીતિમાં મોટી ઉથલપાથલ લાવનારૂ રહ્યું છે. એક તરફ આ વર્ષ નરેન્દ્ર મોદીના ઘમંડને તોડનારૂ સાબિત થયુ તો બીજી તરફ બીજેપી માટે ઘણા સારા સમાચાર પણ આવ્યા છે.
આ વર્ષે દેશના લોકોએ 400 પાર જઈને દેશનું બંધારણ બદલવાના મનસૂબા રાખનારી બીજેપીને જમીન પર લાવીને મુકી દીધી. મોદી મેજીક અને અમીત શાહ ચાણક્ય જેવા ઝૂમલા લોકોએ ખોટા સાબિત કરી દીધા.

આ વર્ષે એક તરફ લોકસભા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને સીટો પર મોટી લીડ મળી અને બીજી તરફ કોંગ્રેસને વિધાનસભામાં મોટી હારનો સામનો કરવો પડ્યો.
સિક્કિમ વિધાનસભા ચૂંટણી 2024
સિક્કિમ 32 સીટોનું નાનું રાજ્ય છે. જ્યાં એપ્રિલ 2024માં યોજાયેલી ચૂંટણીમાં પ્રેમ સિંહ તમંગની સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) પાર્ટીએ 32માંથી 31 બેઠકો જીતી. સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ માત્ર એક સીટ જીતી શકી. SKMને 58.38 ટકા વોટ અને SDFને 27.37 ટકા વોટ મળ્યા.
અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2024
અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2024માં બીજેપીએ 60 વિધાનસભા બેઠકોમાંથી 46 બેઠકો જીતી. બીજી તરફ નેશનલ પીપલ્સને માત્ર પાંચ સીટો મળી. નેશનલ કોંગ્રેસ પાર્ટી એ 3, પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલને બે સીટ અને કોંગ્રેસને માત્ર 1 સીટ મળી. અપક્ષ ઉમેદવારોએ ત્રણ બેઠકો જીતી હતી.
આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2024
આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 175 વિધાનસભા બેઠકોમાંથી TDP-BJP ગઠબંધને જગન મોહન રેડ્ડીની સત્તા પર પાછા ફરવાની આશાને તોડી નાંખી. ચૂંટણી પહેલા જામીન પર છૂટેલા પીઢ નેતા ચંદ્રબાબુ નાયડુએ આ ઐતિહાસિક જીત બાદ મુખ્યમંત્રી બનીને રાજ્યની સત્તાની બાગડોર સંભાળી. DTP એ 135 બેઠકો, તેની સહયોગી જનસેવા પાર્ટીએ 21 બેઠકો અને ભાજપે આઠ બેઠકો જીતી. વિપક્ષ વાયએસઆર કોંગ્રેસ 11 સીટો પર આવી ગઈ.
ઓડિશા વિધાનસભા ચૂંટણી 2024
ઓડિશામાં પહેલીવાર ભાજપે બહુમતી સાથે પોતાના દમ પર સરકાર બનાવી અને નવીન પટનાયકના 24 વર્ષના શાસનનો અંત કર્યો. ભાજપને 78 બેઠકો મળી, જ્યારે બીજેડીને 51 બેઠકો મળી.
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી
જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ ક્ષેત્રમાં ભાજપના પ્રભાવશાળી પ્રદર્શન છતાં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધન વિજયી બન્યું. કોંગ્રેસ પાર્ટીને મોટો આંચકો લાગ્યો અને તેણે નિર્ણય લીધો કે આ વખતે સરકારમાંથી બહાર રહેશે. નેશનલ કોન્ફરન્સે સરકાર બનાવવા માટે 42 બેઠકો જીતી, ભાજપે 29 બેઠકો જીતી અને કોંગ્રેસ માત્ર છ બેઠકો જીતવામાં સફળ રહી.
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024
હરિયાણા બીજેપી માટે મોટી સફળતા સાબિત થઈ. ભાજપ સતત ત્રીજી વખત ચૂંટણી જીતીને સત્તામાં પરત ફરી. બીજેપીએ અહીં 48 બેઠકો જીતી જ્યારે કોંગ્રેસને 37 બેઠકો મળી. રાજ્યમાં ભાજપની સંભવિત હાર વિશે વ્યાપક અટકળોને જોતાં પરિણામએ ઘણાને આશ્ચર્યચકિત કર્યા.
ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024
હેમંત સોરેનના નેતૃત્વમાં ઝારખંડ મુક્તિ મોરચાએ ઝારખંડમાં આશ્ચર્યજનક જીત મેળવી અને બીજેપીને શરમજનક હારનો સામનો કરવો પડ્યો. જેલમાંથી પોતાની પાર્ટીને એક કરનાર સોરેનનું નેતૃત્વ ભાજપ માટે ખૂબ જ મજબૂત સાબિત થયું. જેએમએમના નેતૃત્વ હેઠળ ઈન્ડિયા બ્લોકે 56 બેઠકો જીતી, જેમાંથી જેએમએમ પોતે 34, કોંગ્રેસ 16, આરજેડી ચાર અને સીપીઆઈ-એમએલએ બે બેઠકો જીતી. જ્યારે ભાજપે 21 બેઠકો, AJSUએ 1 બેઠક અને LJP-રામવિલાસે 1 બેઠક જીતી.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024
હાલમાં જ નવેમ્બર મહિનામાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ સમગ્ર દેશને આશ્ચર્યચકિત કરી દીધો. અપેક્ષાથી વિપરીત મહાયુતિ ગઠબંધન વિપક્ષ કોંગ્રેસ-એનસીપી (શરદ પવાર)-શિવસેના (યુબીટી) ગઠબંધનને હરાવીને સત્તામાં પાછું ફર્યું. ભાજપ 288માંથી 132 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી, જ્યારે શિવસેના (શિંદે)ને 57 બેઠકો અને એનસીપીએ 41 બેઠકો જીતી, મહાગઠબંધનને સરકાર બનાવવાની તક આપી. MVA ગઠબંધનને માત્ર 46 બેઠકો મળી હતી.
લોકસભા ચૂંટણી 2024
લોકસભા ચૂંટણી બેફામ બનેલી નરેન્દ્ર મોદી અને અમીત શાહ માટે મોટી સબક લાબિત થઈ. લોકોએ જમીનથી ઉપર ચાલી રહેલી બીજેપીને સબક શિખવાડીને જમીન પર લાવી દીધી. આ ચૂંટણીમાં બીજેપીને માત્ર 240 સીટો મળી, બીજી તરફ કોંગ્રેસ 99 સીટો સાથે મોટી થઈને ઉભરી આવી. આ ચૂંટણીએ તાનાશાહી તરફ વળી રહેલા નરેન્દ્ર મોદી અને બીજેપીને બંધારણના દાયરામાં પાછા લાવવા મજબુર કરી દીધા.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન








Click it and Unblock the Notifications
