આજે 4 રાજ્યોમાં મતગણતરી : ગુજરાતમાં BJP આગળ

પેટાચૂંટણીઓમાં પશ્ચિમ બંગાળની હાવડા લોકસભા બેઠક પર રવિવારે સર્વાધિક 66 ટકા મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બિહારની મહારાજ ગંજ લોકસભા બેઠક પર 45 ટકા મતદાતાઓએ મતદાન કર્યું હતું. જ્યારે ગુજરાતમાં લોકસભા બેઠકો પોરબંદર અને બનાસકાંઠા તથા વિધાનસભાની ચાર બેઠકો માટે પેટાચૂંટણી યોજાઇ હતી.
આ ચૂંટણીમાં પોરબંદરમાં 30 ટકા અને બનાસકાંઠામાં 36 ટકા મતદાન નોંધાયું હતું. ભાજપ શાસિત રાજ્યમાં આ પેટાચૂંટણી કોંગ્રેસ માટે એક પડકાર સમાન માનવામાં આવે છે. આ તમામ સીટ અગાઉ કોંગ્રેસને નામે છે.
તમામ કેન્દ્રો પર સવારે 8 વાગે મતગણતરી શરૂ થઇ ગઇ છે. બપોર સુધીમાં તમામ બેઠકોના પરિણામો મળી જાય તેવી શક્યતા છે. આ પેટાચૂંટણી દરમિયાન ગુજરાતમાં નોંધાપાત્ર બાબત એ રહી કે મતદારોએ ખૂબ ઓછું મતદાન નોંધાવ્યું છે. આ મતદાન કોંગ્રેસની તરફેણમાં જશે કે ભાજપની એ બપોરે ખબર પડી જશે.












Click it and Unblock the Notifications
