For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

17 રાજ્યોની 55 રાજ્યસભા સીટ પર 26 માર્ચે ચૂંટણી થશે, ચૂંટણી પંચે ઘોષણા કરી

17 રાજ્યોની 55 રાજ્યસભા સીટ પર 26 માર્ચે ચૂંટણી થશે, ચૂંટણી પંચે ઘોષણા કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ એપ્રિલમાં ખાલી થઈ રહેલી રાજ્યસભાની 55 સીટ માટે ચૂંટણીની તારીખોનું એલાન થઈ ગયું છે. ચૂંટણી પંચે આ 55 સીટો માટે થનાર ચૂટણી માટે 26 માર્ચની તારીખ નક્કી કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું કે વોટિંગ બાદ મત ગણતરી પણ એ દિવસે જ થશે. રાજ્યસભાની આ 55 સીટ 17 રાજ્યો અંતર્ગત આવે છે. રાજ્યસભામાં કુલ સભ્યોની સંખ્યા 245 છે.

rajya sabha

રાજ્યસભાની આ 55 સીટ 17 રાજ્યો મહારાષ્ટ્ર, ઓરિસ્સા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, આસામ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મણિપુર, રાજસ્થાન અને મેઘાલય અંતર્ગત આવે છે. મહારાષ્ટ્રમાં રાજ્યસભાની 7 સીટ ખાલી થઈ રહી છે જ્યારે ઓરિસ્સામાં રાજ્યસભાની ચાર સીટ ખાલી થઈ રહી છે.

જ્યારે તમિલનાડુમાં રાજ્યસભાની 6 સીટ એપ્રિલમાં ખાલી થઈ રહી છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં 5 સીટ ખાલી થઈ રહી છે. આંધ્ર પ્રદેશમાં રાજ્યસભાની ચાર સીટ ખાલી થઈ રહી છે, જ્યારે તેલંગાણામાં 2 અને આસામમાં 3 સીટ ખાલી થઈ રહી છે. આ સીટો પર 26 માર્ચે વોટિંગ થશે.

સુપ્રીમ કોર્ટના 6 જજને થયો સ્વાઈન ફ્લૂ, CJI બોલ્યા- ડિસ્પેન્સરી ખોલવામાં આવશેસુપ્રીમ કોર્ટના 6 જજને થયો સ્વાઈન ફ્લૂ, CJI બોલ્યા- ડિસ્પેન્સરી ખોલવામાં આવશે

જ્યારે બીહારની 5 સીટ પણ ખાલી થઈ રહી છે. આ પાંચેય સભ્યોના કાર્યકાળ 9 એપ્રિલ 2020ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. છત્તીસગઢૃ-હિમાચલ પ્રદેશની 2-2- સીટ જ્યારે ગુજરાતની ચાર સીટ ખાલી થઈ રહી છે. ઝારખંડની 2 અને મધ્ય પ્રદેશની 3 સીટ ખાલી થઈ રહી છે. આ ઉપરાંત મણિપુર અને મેઘાલયની એક-એક સીટ ખાલી થઈ રહી છે. જ્યારે રાજસ્થાનથી પણ રાજ્યસભાના ત્રણ સભ્યો રિટાયર થઈ રહ્યા છે. આ 55 સીટો માટે 26 માર્ચે ચૂંટણી થશે.

English summary
Elections to 55 Rajya Sabha seats falling vacant in April will be held on March 26
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X