AAP નેતા ગોપાલ રાયે ઈલેક્ટોરલ બૉન્ડને ગણાવ્યુ મોટુ કૌભાંડ, કહ્યુ - શરત રેડ્ડી પાસેથી લીધા કરોડો રુપિયા

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પૉલિસી કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી સતત ભાજપ પર આરોપ લગાવી રહી છે.

આ દરમિયાન, દિલ્હીની આમ આદમી પાર્ટીના રાજ્ય સંયોજક અને મંત્રી ગોપાલ રાયે ચૂંટણી પહેલા વડાપ્રધાન દ્વારા આપેલા ઈન્ટરવ્યુ પર ઝાટકણી કાઢી હતી અને ઈલેક્ટોરલ બૉન્ડને એક મોટું કૌભાંડ ગણાવ્યું હતું.

Gopal Rai

PM નરેન્દ્ર મોદીના ANIને આપેલા ઈન્ટરવ્યુ પર દિલ્હીના મંત્રી અને AAP નેતા ગોપાલે કહ્યું કે એક તરફ તમે કહી રહ્યા છો કે તમે ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છો અને બીજી તરફ તમે સરથ ચંદ્ર રેડ્ડી પાસેથી 60 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. દારૂના કહેવાતા કૌભાંડમાં તમે જેમની ધરપકડ કરી તેનો જવાબ કોણ આપશે?

તેમણે કહ્યું કે, એ વાત સામે આવી રહી છે કે જે કંપનીઓ ખોટમાં ચાલી રહી હતી તેમની પાસેથી દાન લેવામાં આવ્યું હતું અને તેઓ કરોડો રૂપિયાનું દાન આપી રહી હતી. જો તે કાળું નાણું નથી તો બીજુ શું છે. મને લાગે છે કે આ કદાચ અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ છે. મને લાગે છે કે વડાપ્રધાને આ અંગે પોતાનો મુદ્દો સ્પષ્ટ કરવો જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X