ઓવૈસીનું વિવાદિત નિવેદન, ઇસ્લામ અંગીકાર એ જ ખરી 'ઘર વાપસી'!

હૈદરાબાદ, 4 જાન્યુઆરી: મજલિસે ઇત્તેહાદુલ મુસલમીનના પ્રમુખ અસાઉદ્દીન ઓવૈસીએ એકવાર ફરી ભડકાઉ નિવેદન આપ્યું છે. આ વખતે ભડકાઉ નિવેદનની દરેક હદ પાર કરતા ઓવૈસીએ કહ્યું કે ઇસ્લામ જ તમામ ધર્મોનું વાસ્તવિક ઘર છે. જો અન્ય ધર્મના લોકો ઇસ્લામને અપનાવશે તો તે તેમના માટે વાસ્તવમાં ઘર વાપસી કહેવાશે.

હૈદરાબાદથી સાંસદ ઓવૈસીએ જણાવ્યું કે દરેક બાળક મુસ્લીમ તરીકે જ જન્મ લે છે પરંતુ તેના માતા-પિતા તેને અન્ય ધર્મમાં પરિવર્તિત કરી દે છે. લોકો માટે સાચી ઘર વાપસી ત્યારે જ થઇ શકે છે, જ્યારે તેઓ ઇસ્લામને અપનાવે.

owaisi
હૈદરાબાદમાં મિલાદ-ઉન-નબીની પૂર્વ સંધ્યા પર લોકોને સંબોધિત કરતા ઓવૈસીએ આ વાત કહી. તેમણે જણાવ્યું કે સંઘ પરિવારે ઘર વાપસીના નામ પર અભિયાન ચલાવ્યું છે, ધર્મ પરિવર્તન કરાવવા માટે તેઓ મુસ્લિમોને પાંચ લાખ અને ખ્રીસ્તીઓને બે લાખ રૂપિયાની લાલચ આપી રહ્યા છે.

આ શું મજાક છે, કોઇ મુસ્લિમ આખી દુનિયાની સંપતિ લઇને પણ પોતાનો ધર્મ ના બદલી શકે. ઓવૈસીએ અન્ય ધર્મના લોગોને પણ મુસ્લીમ ધર્મ અંગીકાર કરવા માટે આહ્વાન કર્યું.

ધર્માંતરણનો વિવાદ
અત્રે નોંધનીય છે કે રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા બે અઠવાડીયાથી ઘર વાપસી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં તેઓ મોટી સંખ્યામાં મુસ્લીમો અને ખ્રીસ્તી સમુદાયલના લોકોને સ્વેચ્છાએ હિન્દુ ધર્મ અંગીકાર કરાવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X