મેઘાલયના મુખ્યમંત્રી સંગમાના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો શું છે કારણ?
મેઘાયલના મુખ્યમંત્રી કોનરાડ સંગમાના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ હોવાના અહેવાલ છે.
મેઘાયલના મુખ્યમંત્રી કોનરાડ સંગમાના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ હોવાના અહેવાલ છે. મળતા સમાચાર મુજબ, મુખ્યમંત્રી હેલિકોપ્ટરમાં તુરાથી સિલાંગ જઈ રહ્યા હતા ત્યારે ઉમિયામ ઝીલ પાસે તેમના હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ટ કરવાની ફરજ પડી હતી.

મળતી વિગતો અનુસાર, મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર ઉમિયામ ઝીલ પાસેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ખરાબ હવામાનને કારણે લેન્ડિંગ કરવામાં આવ્યુ હતું. મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ ખૂદ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. મુખ્યમંત્રી સંગમાએ તેનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે ખરાબ હવામાનને કારણે યુનિયન ક્રિશ્ચિયન કોલેજમેદાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
#WATCH | Meghalaya CM Conrad Sangma's helicopter makes an emergency landing at Union Christian College (UCC) in Umiam, Shillong due to bad weather on the way from Tura.
— ANI (@ANI) November 2, 2022
(Video source: CMO, Meghalaya) pic.twitter.com/PwktmIqTdv
વીડિયોમાં તેઓ ચાલતા જોવા મળી રહ્યા છે. પોતાના ટ્વીટમાં તેમણે લખ્યું કે, કેટલુ રોમાંચત છે? ખરાબ હવામાનને કારણે UCC, Umiam ખાતે ઈમરજન્સી લેન્ડિંગ. કેમ્પસમાં સુંદર નજારો માણ્યો. UCC સ્ટાફને મળ્યો. UCC કેન્ટીનમાં લંચ લીધું. હવામાન ખરેખર અણધાર્યું છે. સુરક્ષિત રીતે પાછા લાવવા માટે પાઇલટનો આભાર.
તેમણે ટ્વીટમાં કહ્યું કે, તુરાથી રસ્તામાં ખરાબ હવામાનને કારણે ઉમિયામમાં UCC ખાતે ઈમરજન્સી લેન્ડિંગ થયું, પરંતુ મારા વોક દરમિયાન સુંદર કેમ્પસનો નજારો માણ્યો અને તેમની આતિથ્ય સત્કારને કારણે ત્યાં સારો સમય પસાર કર્યો.












Click it and Unblock the Notifications
