કર્મચારીઓ અને ખેડૂતોને મળી દિવાળી ગિફ્ટ, કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય
DA Hike, MSP Hike: બુધવારના રોજ કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્ર સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયોની જાહેરાત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા કરવામાં આવી છે.
કેબિનેટ બેઠક બાદ ચાર મોટી જાહેરાતો કરવામાં આવી છે. જેમાં DA ભથ્થામાં વધારો, ખેડૂતો માટે MSPમાં વધારો, PM-AASHA ખેડૂતોને વળતરની કિંમતો તેમજ ગ્રાહકો માટે બજાર કિંમતમાં સ્થિરતા અને ભારતના સૌથી વ્યસ્ત રેલ માર્ગોમાં રેલ ટ્રાફિકનું વિસ્તરણનો સમાવેશ થાય છે. આમાં પુલના બાંધકામનો પણ સમાવેશ થાય છે.
તહેવારોની સિઝનમાં ડીએમાં વધારો એ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે આવકારદાયક પગલું છે, જ્યારે MSP અને PM-ASHAમાં વધારો ખેડૂતો માટે રાહતરૂપ છે.

ડીએ વધારો - કેન્દ્રીય કેબિનેટે બુધવારે મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાના વધારાને મંજૂરી આપી છે. આ વધારો બેઈઝિક પગાર/પેન્શનના 50 ટકાના વર્તમાન દર કરતાં વધુ છે, જે ભાવ વધારા સામે વળતર આપવા માટે છે.
આ વધારો સ્વીકૃત ફોર્મ્યુલા મુજબ છે, જે 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પર આધારિત છે. DA અને DR બંનેના કારણે તિજોરી પર સંયુક્ત અસર પ્રતિ વર્ષ રૂપિયા 9,448.35 કરોડ થશે. એટલે કે સરકાર પર વધારાના 9448.35 કરોડનો બોજ થશે.
એમએસપીમાં વધારો - ઉત્પાદકોને તેમની પેદાશોના લાભકારી ભાવો સુનિશ્ચિત કરી શકાય તે માટે કેન્દ્ર સરકારે માર્કેટિંગ સિઝન 2025-26 માટે રવિ પાકના MSP માં વધારો કર્યો છે.
એમએસપીમાં સૌથી વધુ વધારો રેપસીડ અને સરસવ માટે 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને મસૂર માટે 275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના દરે જાહેર કરવામાં આવ્યો છે.
ચણા, ઘઉં અને જવના ભાવમાં અનુક્રમે 210 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, 140 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને 130 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
