જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 4 જવાન ઘાયલ

જમ્મુ કાશ્મીરમાંથી આતંકવાદ ખતમ થઈ ગયો હોવાના મોદી સરકારના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. સતત હુમલામાં સેનાના જવાનો તેમના જીવ ગુમાવી રહ્યાં છે.

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આતંકીની હાજરી અંગે ઈનપુટ મળ્યા બાદ સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે. પિંગનાલ દુગડ્ડા ગામ પાસેના જંગલ વિસ્તારમાં ઘૂસેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કરતા જવાબી કાર્યવાહી શરૂ કરાઈ છે.

Encounter

આ દરમિયાન જવાને આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું છે. શુક્રવારે એન્કાઉન્ટર દરમિયાન ચાર જવાનોને ગોળી વાગી હતી. જ્યારે કઠુઆમાં ઓપરેશન દરમિયાન બે આતંકવાદીઓ માર્યા ગયા છે.

કિશ્તવાડ જિલ્લાના છત્રુ પોલીસ સ્ટેશન વિસ્તારમાંનૈદગામ ગામની ઉપરના પિંગનાલ દુગડ્ડા જંગલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર બંને તરફથી ગોળીબાર ચાલુ છે.

આ એન્કાઉન્ટર ત્યારે શરૂ થયું જ્યારે કિશ્તવાડના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન સૈનિકો પર ગોળીબાર કરવામાં આવ્યો. જે બાદ વિસ્તારમાં આતંકીઓને શોધવા માટે અલગથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

ભારતીય સેનાના વ્હાઇટ નાઈટ કોર્પ્સના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગુપ્ત માહિતીના આધારે કિશ્તવાડના ચત્રુ વિસ્તારમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બપોરે 3.30 વાગ્યે ચાર સેનાનો આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત થયો હતો. આ ફાયરિંગમાં જવાનો ઘાયલ થયા છે, ઓપરેશન ચાલુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X