જમ્મુ કાશ્મીરઃ પુલવામામાં આતંકીવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પુલવામામાં બુધવારે સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. પુલવામાના મિત્રિગમ વિસ્તારમાં થયેલી આ અથડામણમમાં સુરક્ષાબળોએ બે આતંકીઓને ઠાર માર્યા છે. વળી, એક જવાન પણ ઘાયલ થયો છે. આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યુ છે કે જ્યાં આતંકીઓ છૂપાયા છે, એ વિસ્તારને સુરક્ષાબળોએ પોતાના ઘેરામાં લઈ લીધો છે. બીજા બેથી ત્રણ આતંકવાદીઓ અહીં હોઈ શકે છે જેમાં જૈશ-એ-મોહમ્મદનો પાકિસ્તાની આતંકી પણ છે.
આઈજીપી કાશ્મીરે જણાવ્યુ છે કે જે વિસ્તારમાં આ એનકાઉન્ટર ચાલી રહ્યુ છે, ત્યાંથી નાગરિકોને કાઢવામાં આવી રહ્યા છે. મોડી રાત સુધી આ એનકાઉન્ટર ચાલુ હતુ. તમને જણાવી દઈએ કે ત્રણ દિવસ પહેલા રવિવારે પણ દક્ષિણ કાશ્મીરના પુલવામાના પાહૂ વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. આ અથડામણમાં સુરક્ષાબળોએ 3 આતંકીઓને ઠાર માર્યા હતા. વળી, શનિવારે કાશ્મીરના કુલગામ જિલ્લામાં શનિવારે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં રાજ્ય પોલિસ અને સેનાની સંયુક્ત ટીમે બે આતંકીઓને ઠાર માર્યા હતા. જેમાં એક આતંકવાદીને પાકિસ્તાનનો ગણાવવામાં આવ્યો હતો.