પુલવામામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકીઓ ઠાર મરાયા

જમ્મુ કાશ્મીરના પુલવામાના ત્રાલ સેક્ટરમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે રવિવારે સવારે શરૂ થયેલી અથડામણ હજુ પણ ચાલુ છે.

જમ્મુ કાશ્મીરના પુલવામાના ત્રાલ સેક્ટરમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે રવિવારે સવારે શરૂ થયેલી અથડામણ હજુ પણ ચાલુ છે. માહિતી મુજબ સુરક્ષાબળોએ 2 આતંકીઓને ઠાર માર્યા છે અને 3 આતંકી હજુ પણ છૂપાયેલા છે. થોડી થોડી વારે ફાયરિંગના અવાજો આવી રહ્યા છે. પોલિસના એક અધિકારીઓ જણાવ્યુ કે આતંકવાદીની હાજરી અંગેની વિશેષ માહિતી બાદ સુરક્ષાબળોએ દક્ષિણ કાશ્મીરના ત્રાલના ગુલશનપોરા વિસ્તારમાં ઘેરાબંધી કરીને તપાસ અભિયાન શરૂ કર્યુ હતુ.

indian army

તેમણે જણાવ્યુ કે સુરક્ષા બળો જ્યારે તપાસ અભિયાન ચલાવી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ તેમના પર ગોળીઓ ચલાવી દીધી ત્યારબાદ અથડામણ શરૂ થઈ ગઈ. અધિકારીઓ જણાવ્યુ કે બંને તરફથી ગોળીબાર ચાલુ છે. તમને જણાવી દઈએ કે આ અઠવાડિયે મંગળવારે પણ પુલવામા જિલ્લાના અવંતીપોરામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં એક આતંકી માર્યો ગયો હતો. માર્યા ગયેલા આતંકી પાસે ભારે માત્રામાં હથિયાર અને દારૂગોળો મળી આવ્યો છે.

આ પહેલા પાકિસ્તાની સેનાએ શનિવારે એલઓસીનુ ઉલ્લંઘન કર્યુ હતુ અને જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે સેનાની અગ્રિમ ચોકીઓ અને ગામોને નિશાન બનાવ્યા. એક સંરક્ષણ પ્રવકતાએ આ માહિતી આપી. પ્રવકતાએ કહ્યુ, 'પાકિસ્તાને રાતે લગભગ સાડા નવ વાગે સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન કર્યુ અને પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે દેવગર સેક્ટરમાં નાના હથિયારોથી ગોળીબાર કર્યુ અને મોર્ટાર તાક્યા. ભારતીય સેનાએ આનો જડબાતોડ જવાબ આપી રહી છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X