જમ્મૂ-કાશ્મીર: પંપોરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ, એક જવાન ઘાયલ
જમ્મૂ-કાશ્મીરના પંપોરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ શરુ થઇ ગયુ છે. આ ઘર્ષણ ઇડીઆઇ બિલ્ડિંગમાં થઇ રહ્યું છે. એક પોલિસકર્મી પર હુમલો થયા બાદ સુરક્ષાદળોએ ઇડીઆઇ બિલ્ડિંગમાં સર્ચ ઑપરેશન હાથ ધર્યુ હતુ. આ સર્ચ ઑપરેશન બાદ હવે સમાચાર એ છે કે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ શરુ થઇ ગયુ છે.

શ્રીનગરના છેવાડાના વિસ્તારમાં સ્થિત આ બિલ્ડિંગમાં સવારના સમયમાં આગ લાગી ગઇ હતી. અહીં ગોળીઓનો અવાજ પણ સંભળાયો હતો. તમને જણાવી દઇએ કે આ વર્ષની શરુઆતમાં પણ આ બિલ્ડિંગ પર હુમલો થયો હતો.
હાલમાં ત્યાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે સતત ઘર્ષણ ચાલુ જ છે. ગોળીઓનો અવાજ સ્પષ્ટ સંભળાઇ રહ્યો છે. આ ઘર્ષણમાં હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર નથી.
સીઆરપીએફના અધિકારીના જણાવ્યા અનુસાર બિલ્ડિંગમાં બે-ત્રણ આતંકવાદીઓ છૂપાયેલા હોઇ શકે છે. બિલ્ડિંગમાં કેટલા આતંકવાદીઓ છૂપાયા છે એ વાતની પુષ્ટિ હજુ થઇ શકે નથી. હાલમાં સર્ચ ઑપરેશન ચાલુ છે. આખા વિસ્તારની ઘેરાબંધી કરી દેવામાં આવી છે. વળી અહીં પરિવહન પણ રોકી દેવામાં આવ્યુ છે. અમુક ટીવી રિપોર્ટ અનુસાર એક જવાનના પગમાં ગોળી વાગી છે પરંતુ હજુ સુધી તેની અધિકૃત પુષ્ટિ થઇ શકી નથી.
પહેલા પણ થઇ ચૂક્યો છે આ બિલ્ડિંગમાં હુમલો
આ વર્ષે જ 20 ફેબ્રુઆરીએ જમ્મૂ-કાશ્મીરના પંપોરમાં આતંકવાદીઓએ સીઆરપીએફના એક જૂથ પર હુમલો કરી દીધો હતો. આતંકવાદીઓ હાઇવેની નજીક આવેલ ઇડીઆઇ બિલ્ડિંગમાં છૂપાયા હતા. સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે આ ઘર્ષણ લગભગ ત્રણ દિવસ ચાલ્યુ હતુ. આ ઘર્ષણમાં તમામ ત્રણ આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા હતા. આ ઘર્ષણમાં સ્પેશિયલ ફોર્સના બે કેપ્ટન સહિત સેનાના ત્રણ જવાન અને બે સીઆરપીએફ જવાન શહીદ થયા હતા.












Click it and Unblock the Notifications
