
જમ્મુ કાશ્મીરમાં ચાલી રહ્યુ છે એનકાઉન્ટર, સેનાએ એક આતંકીને કર્યો ઠાર
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાકર્મીઓ અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યુ છે. આ એનકાઉન્ટર શોપિયાના રખામા વિસ્તારમાં ચાલી રહ્યુ છે. જમ્મુ કાશ્મીર પોલિસે જણાવ્યુ કે, તેમને વિસ્તારમાં અમુક આતંકીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી. જ્યારે અમે અહીં સર્ચ ઑપરેશન માટે પહોંચ્યા તો આતંકીઓએ ગોળી ચલાવી દીધી ત્યારબાદ એનકાઉન્ટર શરૂ થઈ ગયુ. જમ્મુ કાશ્મીર પોલિસ અનુસાર એનકાન્ટરમાં એક આતંકીનુ મોત થઈ ગયુ છે. જો કે હજુ તેની ઓળખ થઈ શકી નથી.
તમને જણાવી દઈએ કે સેના અને સુરક્ષાબળોની કડકાઈથી અકળાયેલા આતંકીઓ નાગરિકોની સાથે-સાથે સેનાના લોકોને પણ પોતાનો નિશાન બનાવીને હુમલા કરી રહ્યા છે. જો કે હજુ આ એનકાઉન્ટર વિશે કોઈ વિસ્તૃત માહિતી મળી નથી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સેના, પાકિસ્તાની ખુફિયા એજન્સી આઈએસઆઈ અને આતંકી સંગઠન લશ્કર એ તોઈબા કાશ્મીરમાં જેહાદના નામ પર આતંક ફેલાવી રહ્યા છે. આતંકી સંગઠન મજબૂર અને ગરીબ યુવાનોને ટાર્ગેટ કરીને તેમનો ફાયદો ઉઠાવે છે. આ ખુલાસો ઉત્તરી કાશ્મીરના સિમાંત જિલ્લા બારામુલાના ઉડી સેક્ટરમાં થોડા દિવસો પહેલા પકડાયેલા લશ્કરના પાકિસ્તાની આતંકી બાબરે કર્યો છે.
બાબરે પૂછપરછમાં જણાવ્યુ કે તે દીપાલપુરનો રહેવાસી છે. તેના પરિવારમાં વિધવા મા અને એક દત્તક લીધેલી બહેન છે. પરિવાર નિમ્ન વર્ગનો છે જેમના માટે બે ટંકનુ ભોજન પણ માંડ ભેગુ થતુ હતુ. ગરીબીથી બચવા માટે તેણે સાતમાં પછી ભણવાનુ છોડી દીધુ. આઈએસઆઈ અને લશ્કર માટે કામ કરતા એક યુવક જોડે સિયાલકોટમાં એક ફેક્ટરીમાં કામ કરતા મુલાકાત થઈ હતી. તેણે જણાવ્યુ કે ગરીબ અને જરુરતમંદ યુવકોને જ લશ્કરમાં શામેલ કરવામાં આવે છે. બાબરના જણાવ્યા મુજબ પિતાનુ નિધન થઈ ચૂક્યુ હતુ. ઘરમાં કમાનાર તે એકલો જ હતો. પૈસાના લીધે કાશ્મીરમાં જેહાદ માટે તે તૈયાર થઈ ગયો.