કુલગામમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. એનકાઉન્ટરમાં સેનાએ એક આતંકીને ઠાર મારી દીધો છે.

જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ અથડામણ કુલગામના ગોપાલપુર વિસ્તારમાં ચાલી રહી છે. એનકાઉન્ટરમાં સેનાએ એક આતંકીને ઠાર મારી દીધો છે. બંને તરફથી ગોળીબારના સમાચાર આવી રહ્યા છે. જે આતંકીને સેનાએ ઠાર મારી દીધો તેના વિશે વધુ માહિતી મળી શકી નથી. આ પહેલા મંગળવારે પણ સેનાએ શોપિયાં જૈશ એ મોહમ્મદના ચાર આતંકીઓએ ઠાર માર્યા હતા. તમને જણાવી દઈએ કે સોમવારે રાતે આતંકીઓએ શોપિયામાં એક પોલિસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ હુમલામાં જો કે કોઈના ઘાયલ થવાના સમાચાર નથી. આ ગ્રેનેડ પોલિસ સ્ટેશન બહાર ફાટ્યો હતો.

encounter

તમને જણાવી દઈએ કે શનિવારે કાશ્મીરમાં ત્રણ જગ્યાએ એનકાઉન્ટર થયા હતા. પુલવામા, સોપોર અને કુપવાડા અને આ એનકાઉન્ટર્સમાં કુલ ચાર આતંકી માર્યા ગયા હતા. પુલવામાના પંજગામાં થયેલા એનકાઉન્ટરમાં સુરક્ષાબળોએ હિજબુલના ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. આ એનકાઉન્ટરમાં સુરક્ષાબળોએ ગયા વર્ષે સેનાના જવાન ઔરંગઝેબની હત્યામાં શામેલ એક આતંકીને પણ ઠાર કર્યો હતો.

અવંતિપોરાના પંજગામમાં થયેલા એનકાઉન્ટરમાં હિજબુલના આતંકી શૌકત ડાર, ઈરફાન વાર અને મુઝફ્ફર શેખને સુરક્ષાબળોએ ઠાર કરી દીધો. શૌકત ડાર એ આતંકીઓના ગ્રુપનો હિસ્સો હતો જેણે ઔરંગઝેબનું અપહરણ કર્યુ હતુ. આ ઉપરાંત તેણે આ વિસ્તારમાં સુરક્ષાબળો પર બીજા ઘણા હુમલાનું ષડયંત્ર રચ્યુ હતુ. શૌકત, પંજગામનો જ રહેવાસી હતો. બાકી બે આતંકી ઈરફાન સોપોરના વાડુરા પાયેન અને મુઝફ્ફર પુલવામાના તહાબનો રહેવાસી હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X