For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

113 એન્કાઉન્ટર કરનાર ઈંસપેક્ટર પ્રદિપ શર્માએ રાજીનામું આપ્યું, રાજકારણમાં પ્રવેશી શકે

113 એન્કાઉન્ટર કરનાર ઈંસપેક્ટર પ્રદિપ શર્માએ રાજીનામું આપ્યું, રાજકારણમાં પ્રવેશી શકે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 100થી વધુ એન્કાઉન્ટર કરનાર જાણીતા પોલીસ ઈંસપેક્ટર પ્રદીપ શર્માએ મહારાષ્ટ્ર પોલીસમાંથી રાજીનામું આપી દીધું છે. પ્રદીપ થાણે ક્રાઈમ બ્રાંચમાં પોસ્ટેડ હતા અને તેમણે પોતાનું રાજીનામું અધિકારીને સોંપી દીધું છે. કહેવાય રહ્યું છે કે પ્રદીપ આગામી વિધાનસભામાં શિવસેનાની ટિકિટ પરથી ચૂંટણી લડી શકે છે. અહેવાલો મુજબ અંધેરી, સાકીનાકા અને નાલાસોપારા-આ ત્રણ સીટમાંથી કોઈ એક સીટ પર તેમને ઉમેદવાર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

આ માટે વર્ષો સુધી સસ્પેન્ડ રહ્યા પ્રદીપ શર્મા

આ માટે વર્ષો સુધી સસ્પેન્ડ રહ્યા પ્રદીપ શર્મા

પ્રદીપ શર્મા હાલમાં જ કેટલાય વર્ષોના સસ્પેન્શન બાદ નોકરી પર પરત ફર્યા હતા. જણાવી દઈએ કે પ્રદીપને ગેંગસ્ટર લખન ભઈયાનું ફેક એન્કાઉન્ટરના આરોપસર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. પ્રદીપ શર્મા સાથે આ મામલે કુલ 13 પોલીસ કર્મચારીઓને 2008માં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2013માં આવેલ ફેસલામાં પ્રદીપ શર્માને દોષમુક્ત કરી દેવામાં આવ્યા અને તેઓ નોકરીમાં પરત ફર્યા. તે સમયે તત્કાલીન કોંગ્રેસ-એનસીપી સરકાર તેમને બીજીવાર સેવામાં લેવાની ઈચ્છુક નહોતી, પરંતુ તેમણે જ્યારે ચેતવણી આપી કે જો તેમને બીજીવાર સેવામાં ન લીધા તો તેઓ રાજનીતિ જોઈન કરી લેશે, જે બાદ તેમને ફરી તેમની પોસ્ટ આપી દેવામાં આવી.

અંડરવર્લ્ડમાં છે પ્રદીપ શર્માનું ખાસ નેટવર્ક

અંડરવર્લ્ડમાં છે પ્રદીપ શર્માનું ખાસ નેટવર્ક

પ્રદીપ શર્મા એટલા માટે પણ પ્રસિદ્ધ છે કેમ કે અંડરવર્લ્ડમાં તેમનું ખાસ નેટવર્ક છે. પ્રદીપ શર્માએ વર્ષ 2983માં પોલીસમાં સેવા શરૂ કરી હતી. 90ના દશકામાં તેઓ મુંબઈ ક્રાઈમ બ્રાંચ ટીમનો ભાગ બન્યા. આ એજ ટીમ હતી જેમને મુંબઈમાં અંડરવર્લ્ડ ખતમ કરવા માટે કંઈપણ કરવાની પૂરી છૂટ આપવામાં આવી હતી. આ ટીમમાં સામેલ તમામ અધિકારી એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ કહેવાતા હતા. 90ના દશકામાં આ ટીમે 300 ગેંગસ્ટરને ઠાર માર્યા હતા.

શર્માની ટીમના અધિકારીઓ વિવાદોમાં ઘેરાતા રહ્યા

શર્માની ટીમના અધિકારીઓ વિવાદોમાં ઘેરાતા રહ્યા

મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમને લઈ બૉલીવુડમાં કેટલીય ફિલ્મો બની ચૂકી છે. આ પોલીસ અધિકારીઓને ગ્લેમર સાથે જોડવામાં આવ્યા. બાદમાં આ ટીમના કેટલાય અધિકારીઓ વિવાદોમાં ઘેરાતા રહ્યા. પ્રદીપ શર્માની જ બેચ 1983ના બીજા એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વિજય સાલસકર અને પ્રફુલ્લ ભોંસલે પણ રહ્યા. પ્રદીપ શર્માએ કુલ 113 એન્કાઉન્ટર કર્યાં છે. ગેંગસ્ટર લખન ભઈયાના ફેક એન્કાઉન્ટરને પગલે કેટલાક વર્ષ તેઓ જેલમાં પણ રહ્યા. પ્રદીપ લાંબો સમય અંધેરી સીઆઈયૂમાં કામ કર ચૂક્યા છે. જેમના પર બેનલ ફિલ્મ અબ તક છપ્પન બહુ ચર્ચિત રહી ચૂકી છે. જણાવી દઈએ કે જો પ્રદીપ શર્મા અત્યારે નોકરી ન છોડત તો વર્ષ 2020માં તેઓ રિટાયર થવાના હતા.

IMA પોંઝી સ્કેમનો મુખ્ય આરોપી મંસૂર ખાન પકડાયો, 25 હજાર મુસ્લિમોને ઠગ્યાIMA પોંઝી સ્કેમનો મુખ્ય આરોપી મંસૂર ખાન પકડાયો, 25 હજાર મુસ્લિમોને ઠગ્યા

English summary
encounter specialist pradip sharma resigned, he may join politics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X