જમ્મુ કાશ્મીર શોપિયાંમાં 6 આતંકીઓ ઠાર, 1 જવાન શહીદ

જમ્મુ કાશ્મીર શોપિયાંમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર શોપિયાં જિલ્લાના કાપરણ બતાગુડમાં ચાલી રહ્યું છે.

જમ્મુ કાશ્મીર શોપિયાંમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર શોપિયાં જિલ્લાના કાપરણ બતાગુડમાં ચાલી રહ્યું છે. મળતી જાણકારી અનુસાર સેનાએ અહીં 6 આતંકીઓને ઠાર માર્યા છે જયારે એક જવાન પણ આ એન્કાઉન્ટરમાં શહીદ થયો છે. આતંકીઓ પાસેથી હથિયાર અને બારૂદ જપ્ત કરી લેવામાં આવ્યો છે.

jammu kashmir

આ પહેલા શુક્રવારે પણ સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલ્યું હતું. આ એન્કાઉન્ટરમાં સેનાએ હિજબુલના જિલ્લા કમાન્ડરને ઠાર માર્યો હતો. એન્કાઉન્ટર જોતા દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. સેના ઘ્વારા આ વિસ્તારમાં એન્કાઉન્ટર ચલાવવામાં આવી રહ્યું છે.

શુક્રવારે થયેલા એન્કાઉન્ટરમાં સેનાએ 6 આતંકીઓને ઠાર માર્યા હતા. જયારે ગુરુવારે જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેનાના કેમ્પ પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સુરક્ષાબળો અને આતંકીઓ ઘ્વારા કરવામાં આવેલી ફાયરિંગમાં એક નાગરિક પણ ઘાયલ થયો હતો.

સાઉથ કાશ્મીરના પુલવામામાં શનિવારે સુરક્ષાબળો અને આતંકીઓની અથડામણ થઈ હતી. આ અથડામણ પુલવામાના ટિકેન ગામમાં થઈ હતી. જણાવવામાં આવી રહ્યુ છે કે આ એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના ટોપ કમાન્ડર લિયાકત અહેમદને ઠાર મારી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત વધુ એક આતંકી જે માર્યો ગયો છે તે પણ હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલો હતો. બીજો આતંકીની હજુ ઓળખ થઈ શકી નથી. આતંકીઓ પાસે સુરક્ષાબળોને મોટી સંખ્યામાં વિસ્ફોટકો અને બીજા હથિયારો પણ મળી આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X