જમ્મુ કાશ્મીરના કુલગામમાં ચાલી રહેલા એનકાઉન્ટરમાં બે આતંકીઓએ કર્યુ સરેન્ડર
આજે ફરી એકવાર કુલગામના હડીગામ વિસ્તારમાં આતંકીઓ સાથે સુરક્ષા જવાનોનુ એન્કાઉન્ટર ચાલી રહ્યુ છે.
શ્રીનગરઃ ભારતીય સેના જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત મિશન મોડ પર અભિયાન ચલાવી રહી છે. આજે ફરી એકવાર કુલગામના હડીગામ વિસ્તારમાં આતંકીઓ સાથે સુરક્ષા જવાનોનુ એન્કાઉન્ટર ચાલી રહ્યુ છે. જમ્મુ-કાશ્મીર પોલિસે કહ્યુ કે અમને વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતુ અને સમગ્ર વિસ્તારને કૉર્ડન કરી લેવામાં આવ્યો હતો. આ દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર કર્યો ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયુ. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયુ કે આ વિસ્તારમાં કેટલા આતંકવાદીઓ છૂપાયેલા છે.

એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા જવાનોએ આતંકવાદીઓને ચારે બાજુથી ઘેરી લીધા હતા અને ત્યારબાદ આ લોકોને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે એન્કાઉન્ટર દરમિયાન પોલીસ અને માતા-પિતાની અપીલ પર વિસ્તારમાં બે આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું. આ લોકો પાસેથી હથિયારો વગેરે મળી આવ્યા છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે, ટૂંક સમયમાં આ સંબંધિત વધુ માહિતી બહાર આવશે.












Click it and Unblock the Notifications
