જમ્મૂ-કાશ્મીર: સેનાની નગરોટા યુનિટ પર આતંકી હુમલામાં 7 જવાન શહીદ, ત્રણ આતંકી ઠાર

Subscribe to Oneindia News

જમ્મૂ-કાશ્મીરના નગરોટામાં આતંકીઓએ સેનાના યુનિટ પર મંગળવારે સવારે કરેલા ફિદાઇન હુમલામાં બે આર્મી ઓફિસર અને પાંચ જવાન શહીદ થઇ ગયા છે. સવારે લગભગ 5.30 વાગે થયેલા આ હુમલામાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે.

jammu

કોમ્બિંગ ઓપરેશન

આ વાતની જાણકારી સેનાના પીઆરઓ મનીષ મહેતાએ આપી છે. તેમણે જણાવ્યુ કે સેનાનું કોમ્બિંગ ઓપરેશન અત્યારે રાત હોવાને કારણે રોકી દેવામાં આવ્યુ છે, સવારે ફરીથી શરુ કરવામાં આવશે.

jammu

હુમલામાં પાંચ જવાન શહીદ

હુમલામાં મેજર કુનાલ ગોસાબી, લાંસનાયક સંભાજી યશવંત કદમ અને સિપાહી તરસીમ સિંહ શહીદ થયા છે. જ્યારે સૂબેદાર પ્રભાત અને હવાલદાર કેશવ ગંભીર રીતે ઘાયલ હતા જેમનું બાદમાં હોસ્પિટલમાં મોત નીપજ્યુ હતુ. જણાવવામાં આવી રહ્યુ છે કે આતંકી ઓફિસર્સ મેસમાં છૂપાયેલા હતા. સુરક્ષાદળોએ આતંકીઓને સતત વળતા જવાબ આપ્યા હતા. આશંકા જતાવવામાં આવી રહી છે કે 2 કે 3 આતંકી મેસમાં છૂપાયા છે. આતંકી હુમલાને કારણે પ્રશાસને નગરોટાની બધી શાળાઓ બંધ કરવાના આદેશ જારી કર્યા છે.

jammu

યુનિટમાં ઘૂસવાની કોશિશ કરી

જણાવવામાં આવી રહ્યુ છે કે આતંકીઓએ આર્મી યુનિટ પર હુમલો કર્યો અને અંદર ઘૂસવાની કોશિશ કરી. જો કે જવાનોએ તેમને જડબાતોડ જવાબ આપ્યો. નગરોટા જમ્મૂનો મોટો આર્મી કેમ્પ છે. યુનિટ ગેટ પર આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો અને અંદર ઘૂસવાની કોશિશ કરી. હુમલા બાદ યુનિટ પર હવાઇ સર્વિલાંસ પણ ચાલુ રહ્યુ. સેનાના અગ્રણી અધિકારીઓ ત્યાં પહોંચી ગયા છે.

jammu

સાંબામાં પણ મોડી રાતે ગોળીબાર

મોડી રાતે સાંબામાં પણ ચમલિયાલમાં સીમા પાસે બીએસએફે સંદેહજનક ગતિવિધિઓ થવા પર સમગ્ર વિસ્તારને ખાલી કરી દીધો હતો. ત્યારબાદ જવાનોએ ચેતવણી આપી તો કેટલાક લોકોએ ગોળીબાર શરુ કરી દીધો. જવાબી કાર્યવાહીમાં સુરક્ષાબળોએ પણ ગોળીબાર કર્યો. મંગળવારે સવારે સુરક્ષાબળોએ કુલ ત્રણ આતંકીઓને ઠાર માર્યા.

English summary
Encounter with security forces after Terrorists attacked Army unit in Nagrota jammu kashmir .
Please Wait while comments are loading...