PNB Scam: દુબઈમાં નીરવ મોદીની 11 સંપત્તિઓ જપ્ત
દેશના સૌથી મોટા બેન્કિંગ ઘોટાળાનાં આરોપી નીરવ મોદી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈડી ઘ્વારા દુબઈમાં નીરવ મોદીની 11 સંપત્તિઓ જપ્ત કરી લેવામાં આવી છે.
દેશના સૌથી મોટા બેન્કિંગ ઘોટાળાનાં આરોપી નીરવ મોદી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈડી ઘ્વારા દુબઈમાં નીરવ મોદીની 11 સંપત્તિઓ જપ્ત કરી લેવામાં આવી છે. ઈડી ઘ્વારા દુબઈમાં નીરવ મોદી અને તેના ફર્મની 56 કરોડની 11 સંપત્તિઓ જપ્ત કરી લેવામાં આવી છે. જયારે કોલકાતામાં મેહુલ ચોક્સીની કંપનીના એક મોટા અધિકારીની પણ ધરપકડ કરવામાં આવી છે. ઈડીએ મેહુલ ચોક્સીના સહયોગી દીપક કુલકર્ણીની કોલકત્તા એરપોર્ટ પર ધરપકડ કરી લીધી છે. કુલકર્ણી હોંગકોંગથી જ્યારે કોલકત્તા એરપોર્ટ પર પહોંચ્યો તો અહીં પહેલેથી જ ઈડીના અધિકારી હાજર હતા જેમણે કુલકર્ણીની અહીં ધરપકડ કરી લીધી છે.

ઈડી ઘ્વારા તેને મેહુલ ચોક્સી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા આરોપપત્રમાં આરોપી બનાવ્યો છે. આપને જણાવી દઈએ કે આ પહેલા ઈડી ઘ્વારા નીરવ મોદી અને તેના પરિવારની 637 કરોડની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. તેની આ સંપત્તિ ભારત સહિત ચાર અન્ય દેશોમાં સ્થિત છે. જ્યારે 17 ઓક્ટોબરે ઈડીએ પીએનબી ગોટાળામાં આરોપી નીરવ મોદી, મેહુલ ચોક્સી, મિહિર ભણશાળી અને અન્ય આરોપીઓની 218.46 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી હતી.
Enforcement Directorate attaches 11 properties in Dubai of Nirav Modi and his group Company Firestar Diamond FZE having a market value of US$ 7.795 million equivalent to Rs 56.8 Crore, under PMLA pic.twitter.com/9G5m6hfEMG
— ANI (@ANI) November 6, 2018
નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીએ પંજાબ નેશનલ બેંકમાં 14 હજાર કરોડ રૂપિયાના ઘોટાળાને અંઝામ આપ્યો હતો. આ ઘોટાળા પછી બંને દેશ છોડીને ફરાર થયા હતા.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
