For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકમાં હિજાબ બાદ હવે નવા વિવાદની એન્ટ્રી, સ્કૂલમાં બાળકોને બાઈબલ ભણવા માટે કરવામાં આવી રહ્યા છે મજબૂર

કર્ણાટકમાં સ્કૂલોમાં હિજાબ(Hijab Row) બાદ હવે બાઈબલને લઈને નવો વિવાદ શરૂ થઈ ચૂક્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કર્ણાટકમાં સ્કૂલોમાં હિજાબ(Hijab Row) બાદ હવે બાઈબલને લઈને નવો વિવાદ શરૂ થઈ ચૂક્યો છે. હિંદુ સંગઠનો તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે બેંગલુરુની એક સ્કૂલમાં બાળકોના માતાપિતા સામે બાઈબલ સાથે તેમને સ્કૂલમાં મોકલવાનુ વચન લેવામાં આવી રહ્યુ છે. સ્કૂલ પ્રશાસન બિન ઈસાઈ છાત્રોને પણ બાઈબલ ભણવા પર મજબૂર કરવાનો આરોપ લગાવી રહ્યા છે. આ મામલો સામે આવ્યા બાદ કર્ણાટકમાં વધુ એક વિવાદ ઉભો થઈ રહ્યો છે.

school

હિંદુ સંગઠન હિંદુ જનજાગૃતિ સમિતિના રાજ્ય પ્રવકતા મોહન ગૌડાએ દાવો કર્યો છે કે સ્કૂલ બિન ઈસાઈ છાત્રોને પણ બાઈબલ ભણવા માટે મજબૂર કરી રહ્યા છે. આ મામલો સામે આવ્યા બાદ કર્ણાટકમાં હિજાબ બાદ સ્કૂલોમાં બાઈબલને લઈને નવો વિવાદ ઉભો થઈ ગયો છે. આરોપ છે કે બેંગલુરુના ક્લેરેંસ હાઈ સ્કૂપના માતાપિતા પાસે સ્કૂલોમાં બાઈબલ લઈ જવા પર વાંધો ન હોવાનુ વચન લીધુ છે.

આના પર અમુક દક્ષિણપંથી સમૂહોની પ્રતિક્રિયાઓ સામે આવી છે. તેમણે આને કર્ણાટક શિક્ષણ અધિનિયમનુ ઉલ્લંઘન ગણાવ્યુ છે. સંગઠનનો દાવો છે કે સ્કૂલ પ્રશાસન બિન ઈસાઈ છાત્રને પણ બળજબરીથી બાઈબલમાં શિક્ષા શીખવા માટે મજબૂર કરવામાં આવે છે.

વળી, સ્કૂલ પ્રશાસન તરફથી કહેવામાં આવ્યુ છે કે વિદ્યાલયમાં બાઈબલ આધારિત શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે. ગ્રેડ 11માં પ્રવેશ માટે આવેદન પત્રમાં માતાપિતા તરફથી એક ઘોષણાપત્ર ભરવામાં આવે છે જેમાં લખ્યુ છે કે તમારુ બાળક પોતાના નૈતિક અને આધ્યાત્મિક કલ્ણાણ માટે મૉર્નિંગ અસેમ્બલી સ્ક્રિપ્ચર ક્લાસ અને ક્લબો સહિત બધા ક્લાસમાં ભાગ લેશે. આના પર ભવિષ્યમાં વાંધો વ્યક્ત ન કરવા માટે આ ઘોષણાપત્ર ભરાવીને બધા માતાપિતાની સંમતિ લેવામાં આવે છે.

English summary
Entry of Bible controversy after Hijab row in Karnataka schools
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X