Karnataka Election : કર્ણાટક ચૂંટણીમાં IPL ની એન્ટ્રી થઈ, જાણો શું છે પુરો મામલો?

એક તરફ ક્રિકેટના મેદાન પર આઈપીએલની ધુમ છે તો હવે બીજી તરફ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પણ આઈપીએલની એન્ટ્રી થઈ ગઈ છે. અહીં કોંગ્રેસ પોતાની રાજનીતિને ક્રિકેટની પીચ સુધી લઈ જવાનો પ્રયાસ કરી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના મોટા નેતા સિદ્ધારમૈયાએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને લઈને એક કર્યું છે.

આ ટ્વિટમાં સિદ્ધારમૈયાએ લખ્યું કે, ક્રિકેટ મારી પ્રિય રમત છે. મને RCB ટીમ પર ગર્વ છે. મારા જેવા કરોડો ફેન્સ તરફથી RCBને શુભેચ્છાઓ. મને વિશ્વાસ છે કે અમારી ટીમ ચોક્કસ કપ ઉપાડશે. કર્ણાટકનો રહેવાસી હોવાને કારણે મારું સમર્થન હંમેશા RCBને છે. RCBએ મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટે હરાવ્યું ત્યારે સિદ્ધારમૈયાએ આ ટ્વિટ કર્યું હતું.

Siddaramaiah

રવિવારે બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આઈપીએલની મેચ વખતે સિદ્ધારમૈયા ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં VIP બોક્સમાં બેસીને મેચની મજા લઈ રહ્યા હતા. મેચ પૂરી થાય ત્યાં સુધી તે સ્ટેડિયમમાં હતા. અહીં સિદ્ધારમૈયા સાથે અન્ય બે નેતાઓ પણ હતા. તેમની સાથે વિધાન પરિષદના અધ્યક્ષ બસવરાજ હોરાટ્ટી અને કોંગ્રેસના નેતા બસવરાજ રાયરેડ્ડી પણ પહોંચ્યા હતા.

સિદ્ધારમૈયાના આ ટ્વિટની ક્રિકેટ પ્રેમીઓ અને RCB ફેન્સે પ્રશંસા કરી છે. આમ કરીને સિદ્ધારમૈયાએ ક્રિકેટપ્રેમી યુવાનોના દિલમાં જગ્યા બનાવી છે. સિદ્ધારમૈયાએ RCBની જીતને કર્ણાટકના ગૌરવ સાથે જોડીને સ્થાનિક જનતાની લાગણી જગાડવાનો પ્રયાસ કર્યો છે. લાગણીની આ લહેર ક્રિકેટનું મેદાન છોડીને ચૂંટણીના મેદાનમાં પહોંચી શકે છે.

2023 કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસ પુરી તાકાતથી મેદાનમાં ઉતરી છે. સત્તામાં પાછા ફરવા કોંગ્રેસ દરેક મોરચે તૈયારી કરી રહી છે. સિદ્ધારમૈયા લોકો સાથે જોડાવા માટે આઈપીએલનો ઉપયોગ કરી રહ્યા છે. 2016માં જ્યારે સિદ્ધારમૈયા કર્ણાટકના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે એક સ્પોર્ટ્સ ફંક્શનમાં કહ્યું હતું કે, હું રમતપ્રેમી છું અને નિયમિત ક્રિકેટ મેચ જોઉં છું. તેમણે ઘણીવાર ક્રિકેટ પર રિએક્શન આપ્યા છે. 2022માં ભારતે અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો ત્યારે સિદ્ધારમૈયાએ ટ્વીટ કર્યું હતું કે, અંડર-19 ભારતીય ટીમને સમગ્ર વિશ્વ કપમાં ચેમ્પિયન તરીકે ઉભરવા બદલ અભિનંદન.

ગદગ કર્ણાટકનું એક શહેર અને જિલ્લા મુખ્યાલય છે. ક્રિકેટ અહીં કેવી રીતે રાજકારણને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે તેનું ગદગ શહેર ઉદાહરણ છે. ભાજપ અને કોંગ્રેસે મતદારોને રીઝવવા શહેરમાં બે અલગ-અલગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યુ હતું. આ સ્પર્ધા IPLની જેમ રમાઈ હતી.

બીજેપી નેતા અનિલ ચિલ્લીએ ગદગ જિલ્લા સ્ટેડિયમમાં ક્રિકેટ લીગ યોજી હતી તો કોંગ્રેસના નેતા એચ.કે.પાટીલે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન VDST ગ્રાઉન્ડ ખાતે કર્યું હતું. ગદગના યુવા મતદારોને આકર્ષવાના હેતુ સાથે લગભગ બે મહિના સુધી ક્રિકેટ મેચો ચાલી હતી. 130 સ્થાનિક ટીમોએ બીજેપીની ઈવેન્ટમાં ભાગ લીધો તો કોંગ્રેસની લીગમાં લગભગ 170 ટીમો જોડાઈ હતી. કર્ણાટકમાં રાજકારણનો રસ્તો ક્રિકેટના મેદાનમાંથી પસાર થાય છે. ક્રિકેટનો લાભ લેવામાં કોઈ પણ પક્ષ પાછળ રહેવા માંગતો નથી.

અનિલ કુંબલે ભારતના મહાન બોલરોમાં સામેલ છે રાહુલ દ્રવિડ સચિન તેંડુલકર પછી ભારતના બીજો સૌથી સફળ ટેસ્ટ બેટ્સમેન છે. આ બંને ક્રિકેટર કર્ણાટકના છે. 2018માં આ બન્ને ખેલાડીઓમે રાજનીતિમાં આવવા માટે બીજેપીએ ઓફર પણ આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X